રકુલ પ્રીત સિંહ બર્થડે। પતિ જેકી ભગનાનીએ ખાસ પોસ્ટ શેર જન્મદિવસ પર પ્રેમ વરસાવ્યો, જુઓ ફોટા

રકુલ પ્રીત સિંહ બર્થ ડે | રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લાંબા સમયથી પડોશી હતા, પરંતુ લવ સ્ટોરી કોવિડ-19 લોકડાઉન દરમિયાન તેમની નિકટતા વધી ગઈ હતી. બંનેએ થોડા સમય માટે ડેટ કરી અને 21 ફેબ્રુઆરી, 2024 ના રોજ લગ્ન કર્યા હતા.

Written by shivani chauhan
October 10, 2025 14:46 IST
રકુલ પ્રીત સિંહ બર્થડે। પતિ જેકી ભગનાનીએ ખાસ પોસ્ટ શેર જન્મદિવસ પર પ્રેમ વરસાવ્યો, જુઓ ફોટા
Rakul Preet Singh Birthday

Rakul Preet Singh Birthday | રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને જેકી ભગનાની (Jackky Bhagnani) બોલિવૂડના પ્રિય કપલમાંના એક છે. જેકીએ આજે ​​રકુલના જન્મદિવસ પર એક મીઠી પોસ્ટ શેર કરી અને સ્વીકાર્યું કે તેની પત્ની રકુલ પ્રીત સિંહ તેના માટે કેટલી ખાસ છે, અહીં જુઓ

પતિ જેકી ભગનાની પત્ની રકુલ પ્રીત સિંહના બર્થ ડે પર સ્પેશિયલ પોસ્ટ

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ આજે 10 ઓક્ટોબરના રોજ 35 વર્ષની થઈ છે. આ ખાસ પ્રસંગે તેના પતિ જેકી ભગનાનીએ રકુલને પોતાનો પ્રેમ, બ્રહ્માંડ ગણાવ્યો અને તેના માટે એક કવિતા પણ લખી છે “જન્મદિવસની શુભકામનાઓ, આ દિવસનો અર્થ શબ્દો કરતાં વધુ છે, કારણ કે આ દિવસે ભગવાને તમને મારા માર્ગે મોકલવાનું નક્કી કર્યું હતું.’

તે આગળ લખે છે, કૃપા અને લાઈટથી લપેટાયેલો આશીર્વાદ, તું દરેક નેગેટિવને પોઝિટિવ બનાવે છે. હૃદયથી બેસ્ટ, તું જે કંઈ કરે છે તે બધું જ છે અને તારા સાથે દુનિયા એક દયાળુ સ્થળ છે. બેસ્ટ પત્ની, બેસ્ટ પુત્રી, પુત્રવધૂ પણ, બેસ્ટ બહેન – એવું કંઈ નથી જે તું ન કરી શકે. મારો બેસ્ટ ફ્રેન્ડ, મારી શાંતિ, મારો માર્ગદર્શક, મારો ઉપચાર કરનાર, મારું જીવન – મારો ગૌરવ.

જેકી રકુલ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે, તે લખે છે, ‘તો આજે, હું પ્રાર્થના કરું છું અને ખરેખર ઈચ્છું છું કે તમારા બધા સપના સાકાર થાય. તમે સૌથી તેજસ્વી, સૌથી ભવ્ય ભાગને પાત્ર છો કારણ કે તમે હૃદયની રાણી છો. હું તમને ચંદ્રની પેલે પાર, દરેક ગ્રહ અને ગુરુના અનંત અવકાશની પેલે પાર, તારાઓ અને શરૂઆત સુધી પ્રેમ કરું છું.”

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લાંબા સમયથી પડોશી હતા, પરંતુ લવ સ્ટોરી કોવિડ-19 લોકડાઉન દરમિયાન તેમની નિકટતા વધી ગઈ હતી. બંનેએ થોડા સમય માટે ડેટ કરી અને 21 ફેબ્રુઆરી, 2024 ના રોજ લગ્ન કર્યા હતા.

રકુલ પ્રીત સિંહ ટૂંક સમયમાં ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ માં આયેશા ખુરાનાની ભૂમિકામાં જોવા મળશે જેમાં તે અજય દેવગન, આર. માધવન, તબ્બુ, જીમી શેરગિલ, આલોક નાથ અને ઇનાયત સૂદ સાથે પણ જોવા મળશે. તમન્ના ભાટિયા અને પ્રકાશ રાજ કેમિયો રોલમાં જોવા મળશે. અંશુલ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 14 નવેમ્બરે રિલીઝ થશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ