Rakul Preet Singh Photos: બોલિવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ એ નવા વર્ષની શરુઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. ક્રિસમસ વેકેશન બાદ ફૂડ્સ અંગે મન ખોલી વાત કર્યા બાદ રકુલ પ્રીત સિંહ બ્લેક આઉટફિટમાં કહેર મચાવી રહી છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટો શેર કર્યા છે જેના પર ફેન્સ દિલ ખોલી શુભેચ્છાઓના પુલ બાંધી રહ્યા છે.
રકુલ પ્રીત સિંહ એ બ્લેક આઉટફિટમાં શાનદાર ફોટા શેર કર્યા છે. ‘વર્ષની પહેલી રેડી વાળી પોસ્ટ’ કેપ્શન સાથે તેણીએ બ્લેક આઉટફિટમાં આકર્ષક પોષ સાથેના ફોટા શેર કર્યા છે. આ ફોટા જોઇ ફેન્સ તેણીના લુકની પ્રશંસા કરી રહ્યા છે. ગોલ્ડ જ્વેલરી અને બ્લેક આઉટફિટમાં તેણી ગોર્જિયસ લાગી રહી છે.
ફેશન અને સ્ટાઇલ મામલે હંમેશા સમાચારમાં રહેતી રકુલ પ્રીત સિંહ એ શેર કરેલા આ ફોટા ઝડપથી વાયરલ થતાં ગણતરીના કલાકોમાં જ લાખો લાઇક્સ અને કોમેન્ટ આવી હતી. ફેન્સ આ લુક જોઇ વર્ષની બેસ્ટ શરુઆત ગણાવી રહ્યા છે અને પ્રશંસા કરી રહ્યા છે.
રકુલ પ્રીત સિંહ લેટેસ્ટ લુક તસવીરો પર ફેન્સ જ નહીં પરંતુ અન્ય સેલિબ્રિટીઝ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઇ તેણીને ગોર્જિયસ કહી રહ્યું છે તો કોઇ સ્ટનિંગ કહી રહ્યું છે. રકુલ પ્રીત સિંહના આ ફોટાઝનું કોમેન્ટ સેક્શન હાર્ટ અને ફાયર ઇમોજીથી છલકાઇ રહ્યું છે.





