Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ સાડીમાં લાગી રહી છે ગોર્જિયસ, વેડિંગ આઉટફિટ લૂક જુઓ Photos

Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ ઇન્સ્ટાગ્રામ પર ફોટો વીડિયો શેર કરી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. રકુલ પ્રીત સિંહે આ વખતે પિંક સિલ્ક અને યલો સાડીમાં દેશી વેડિંગ આઉટફિટ લુકના Photos શેયર કરી ફેન્સના દિલ ધડકાવ્યા છે. રકુલ પ્રીત સિંહના ફોટા ફેન્સને ઘણા પસંદ આવી રહ્યા છે.

Written by Ajay Saroya
Updated : May 04, 2023 18:45 IST
Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ સાડીમાં લાગી રહી છે ગોર્જિયસ, વેડિંગ આઉટફિટ લૂક જુઓ Photos
રકુલ પ્રીત સિંહ સાડી લુક

Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ ફિલ્મોની સાથે સોશિયલ મીડિયામાં પણ સક્રિય રહે છે. રકુલ પ્રીત સિંહ ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેયર કરી ઇન્ટરનેટ પર ગરમી વધારી રહી છે. રકુલ પ્રીત સિંહે તાજેતરમાં દેશી લુકના ફોટો શેયર કર્યા છે. જે ચાહકોને ઘણા પસંદ આવી રહ્યા છે. રેડ બ્લાઉઝ સિલ્કી લાઇટ એબ્રોડરીની પિંક સાડી તેમજ યલો સાડીના વેડિંગ આઉટ ફિટમાં રકુલ પ્રીત સિંહ ગોર્જિયસ લાગી રહી છે.

રકુલ પ્રીત સિંહ બોલિવુડ અભિનેત્રી બોલ્ડ ફોટોશૂટને લઇને હંમેશા ચર્ચામાં રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરી ફેન્સને ખુશ કરી રહી છે. ફેન્સ પણ રકુલ સિંહના ફોટો વીડિયો જોઇ સામે કોમેન્ટનો વરસાદ કરે છે. હાલમાં રકુલ પ્રીત સિંહે સાડી આઉટ ફિટના ફોટો શેર કર્યા છે જેમાં તેણી ગોર્જિયસ લાગી રહી છે. સમરમાં વેડિંગ કલેકશન ફેન્સને ઘણું પસંદ આવી રહ્યું છે.

રકુલ પ્રીત સિંહ રેડ બ્લાઉઝ પિંક સિલ્ક સાડીમાં ગોર્જિયલ લુક (ફોટો રકુલ પ્રીત સિંહ ઇન્સ્ટાગ્રામ)

રકુલ પ્રીત સિંહ ફ્યુજિયા પિંક કલરની સિલ્ક સાડીમાં ગોર્જિયસ લાગી રહી છે. આ સાડી દેખાવમાં તો પ્લેન છે પરંતુ પાલવમાં સીક્વેંસ એડ કરવાથી શિમરી ઇફેક્ટ ક્રિએટ કરી રહી છે. રકુલ પ્રીત સિંહ એ રેડ સીક્વન નો બ્રાલેટ બ્લાઉઝ પહેર્યો છે. જેમાં સ્ટ્રૈપ્સ કરાયા છે. રકુલ સિંહે પોતાના લુકને ગોર્જિયસ બનાવવા માટે પોટલી બેગ અને હેવી ઝુમકા પહેર્યા છે.

રકુલ પ્રીત સિંહ પોતાના લુકને લઇને હંમેશા એલર્ટ રહે છે. મેકઅપ માટે રકુલ પ્રીત સિંહ પિંક આઇ શેડો, ડાર્ક આઇબ્રો, મસ્કારા, કોન્ટોર ચીક્સ, બીમિંગ હાઇલાઇનર, ગ્લોસી પિંક લિપ શેડ સાથે સુંદર લાગી રહી છે. લુકને વધુ ખૂબસૂરત બનાવવા તેણીએ હેરને ખુલ્લા રાખ્યા છે. રકુલ પ્રીત સિંહે પોતાના લુકને કમ્પલીટ કરવા માટે ડાયમંડ ચોકર નેકલેસ પહેર્યો છે જેની ઉપર ગ્રીન સ્ટોન જડેલા છે. હાથમાં સિલ્વર બેંગલ્સ પહેર્યા છે.

રકુલ પ્રીત સિંહ યલો સાડીમાં સુંદર લાગી રહી છે (ફોટો રકુલ પ્રીત સિંહ ઇન્સ્ટાગ્રામ)

રકુલ પ્રીત સિંહે યલો કલરની પ્લેન સાડી સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યો છે. જેમાં સ્વીટહાર્ટ નેકલાઇન અને સ્ટ્રૈપ્સ અપાયા છે. જે તેણીના લુકને વધુ સુંદર બનાવે છે. રકુલ પ્રીત સિંહ પીળા કલરની સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ ફોટા પર ફેન્સ કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ