રકુલ પ્રીત સિંહ હાલમાં બોલિવૂડની મશહૂર અભિનેત્રી પૈકીની એક છે. સાઉથ ફિલ્મોમાં કરિયરની શરૂઆત કર્યા બાદ રકુલ પ્રીત સિંહે બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ જાણે પાછળ વળીને જોયું નથી. અભિનયની સાથોસાથ રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. રકુલ પ્રીત સિંહ ફોટા શેયર કરી હંમેશા ચર્ચામાં રહે છે.
રકુલ પ્રીત સિંહે બ્લૂ બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ ફોટા શેર કરી હુશ્નને તડકો આપ્યો છે. રકુલ પ્રીત સિંહે બોડી ફિટ હોટ ફોટા શેયર કરી ફેન્સના દિલ ધડકાવી દીધા છે. રકુલ પ્રીત સિંહનો આ લુક જોઇ ફેન્સ કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. રકુલ સિંહના આ બ્લૂ લુકને ફેન્સ બ્યૂટીફુલ અને ગોર્જિયસ ગણાવી લાઇક્સ કરી રહ્યા છે.
રકુલ પ્રીત સિંહ તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ આઇ લવ યૂને લઇને પણ ચર્ચામાં છે. એક તરફી પ્રેમમાં પાગલ આશિક પર આધારિત આ ફિલ્મમાં રકુલના અભિનયના વખાણ થઇ રહ્યા છે તો રકુલ પ્રીત સિંહ એની ખૂબસુરતીને લઇને પણ ફેન્સની પસંદીદા અભિનેત્રી બની રહી છે.
બોલિવૂડ મશહુર અભિનેત્રી રકુલ પ્રીત સિંહ રિલેશનશીપને લઇને પણ લાઇમ લાઇટમાં છે. બોય ફ્રેન્ડ જેકી ભગનાની સાથેના સંબંધને લઇને પણ રકુલ મીડિયાનું ધ્યાન ખેંચી રહી છે તો ફેન્સ પણ આ જોડીને લઇને પોતાની ખુશી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.
10 ઓક્ટોબર 1990 ના રોજ જન્મેલી રકુલ પ્રીત સિંહ બોલિવૂડમાં સફળ અભિનેત્રી ગણવામાં આવે છે. રકુલ પ્રીત સિંહે વર્ષ 2009 માં કન્નડ ફિલ્મ ગિલ્લી થી અભિનય કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તેલુગૂ અને હિન્દી ફિલ્મમાં કામ કરવાની તક મળી. બોલિવૂડમાં અજય દેવગન સાથેની દે દે પ્યાર દે ફિલ્મથી રકુલ પ્રીત સિંહને એક અલગ ઓળખ મળી. તાજેતરમાં ઓટીટી પર રકુલ સિંહની આઇ લવ યુ ફિલ્મ રિલીઝ થઇ છે.





