બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul preet singh) ખુબ ચર્ચામાં રહે છે. રકુલ પ્રીત સિંહનો ચાહક વર્ગ ખુબ વિશાળ છે. અભિનેત્રીએ પોતાની દમદાર એક્ટિંગથી લોકોના દિલોમાં આગવુ સ્થાન બનાવ્યું છે. રકુલ છેલ્લે આયુષ્માન ખુરાના (Ayushman khurana) સાથે ડૉક્ટર જી’ ફિલ્મમાં જોવા મળી હતી, હવે તે આગામી ફિલ્મ ‘છત્રીવાલી’માં મહત્વના કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મ સેક્સ એજ્યુકેશન પર છે, પરંતુ એને ફૅમિલી સાથે બેસીને જોઈ શકાય એ પ્રકારે બનાવવામાં આવી છે.
આ વિશે વાત કરતાં રકુલે કહ્યું કે ‘આ એક ફૅમિલી ફિલ્મ છે. આ એક એવી ફિલ્મ છે જેને હું મારી ફૅમિલી અથવા તો પેરન્ટ્સ અથવા તો મારા પિતા સાથે બેસીને જોઈ શકું છું. આ ફિલ્મમાં એક પણ એવો સંવાદ નથી જે ડબલ મીનિંગ હોય. આ ફિલ્મમાં દરેક ડાયલૉગ ફૅક્ટ પર આધારિત છે અને એ વિશે અત્યારના સમયે લોકોને જણાવવાની ખૂબ જરૂર છે.
રકુલ પ્રીત સિંહે તેના કિસ્સા અંગે વાત કરતા જણાવ્યું કે, તેમને સ્કૂલમાં જ્યારે સેક્સ એજ્યુકેશન આપવામાં આવતું ત્યારે તેઓ ખૂબ શરમાઈ જતા અને બધું હસવામાં કાઢી નાખતા હતા. કોઈ ને કોઈ કારણસર બહાનું કાઢીને અમે એ ટૉપિકથી દૂર ભાગતાં હતાં. મારું માનવું છે કે આપણે હાર્ટની હેલ્થની વાત કરી શકીએ તો પછી આપણે સેક્સને રિલેટેડ હેલ્થની કેમ વાત નથી કરી શકતાં. આપણે આ ટૉપિક પર વાત કરવાથી ભાગવું ન જોઈએ. આ ફિલ્મ બનાવવાનો હેતુ લોકોને એન્ટરટેઇનમેન્ટની સાથે તેમનું માઇન્ડસેટ પણ બદલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જો 10 લોકો પણ તેમની વિચારશરણી બદલે તો અમારે માટે એ સિદ્ધિ છે.’
વધુમાં રકુલ પ્રીત સિંહે જણાવ્યું કે, વર્ષ 2023માં આપણે ખૂબ મહત્ત્વના અને હાઇલાઇટ ટૉપિક પર વાત કરવાની અત્યંત આવશ્યકતા છે. આ એક છોકરીની સ્ટોરી છે જેને સેફ સેક્સનું મહત્ત્વ સમજાય છે અને તે એ વિશે જાહેરમાં બોલવાનું નક્કી કરે છે. અમે જ્યારે નવમા-દસમા ધોરણમાં હતા અને જ્યારે અમને સેક્સ એજ્યુકેશન આપવામાં આવતું ત્યારે અમે શરમાઈ જંતા અથવા તો એને હસવામાં કાઢી નાખતાં હતાં. રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘છત્રીવાલી’ ૨૦ જાન્યુઆરીએ ઝીફાઇવ પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે.