/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/tmkoc-3.jpg)
સાઉથ સુપરસ્ટાર રામ ચરણ ફાઇલ તસવીર
સાઉથના સુપસ્ટાર રામ ચરણ આજે 27 માર્ચના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. રામ ચરણ ફિલ્મ RRRનું વિશ્વસ્તરે ફેમસ થનાર નાટુ નાટુ ગીત ઓસ્કર જીત્યા બાદ ખુબ જ ચર્ચામાં છે. રામ ચરણ અને જૂનિયર એનટીઆરની ફિલ્મ 'RRR'એ વિશ્વભરમાં મલબક કમાણી કરી ડંકો વગાડ્યો છે. રામ ચરણનો જન્મ 27 માર્ચ 1985ના રોજ ચેન્નઇમાં થયો હતો. રામ ચરણ તેની શાનદાર એક્ટિંગ અને સાદગીના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રામ ચરણનો ચાહકવર્ગ વિશ્વસ્તર સુધી ફેલાયેલો છે. ત્યારે આવો અભિનેતાના 38માં જન્મદિવસ નિમિત્તે તેના જીવનની કેટલીક અજાણી વાતો જાણીએ…
અભિનેતા રામ ચરણે પોતાની કારકિર્દીની શરૂઆત 2007માં પુરી જગન્નાથની ફિલ્મ 'ચિરુથા'થી કરી હતી. રામ ચરણ હૈદરાબાદ સ્થિત એરલાઇન ટ્રુ જેટના માલિક છે. આ એરલાઇન સાઉથમાં તેની સેવા પૂરી પાડે છે. આ સાથે આ એરલાઇન મહારાષ્ટ્ર અને ગોવામાં આવવા-જવાની સુવિધા પણ પૂરી પાડે છે. તદ્દઉપરાંત અભિનેતાની રામ ચરણ હૈદરાબાદ પોલો રાઇડિંગ ક્લબ નામની પોલો ટીમ પણ છે. તેમજ રામ ચરણ MAA TVના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં પણ સામેલ છે.
રામ ચરણે એક વખત ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેઓ જ્યાં પણ જાય છે તેની સાથે તે વોલ ટેમ્પલનું સેટઅપ સાથે રાખે છે અને આ પરંપરા તે લાંબા સમયથી નિભાવે છે. વધુમાં રામ ચરણે જણાવ્યું હતું કે, આ તેને ભારત સાથે જોડી રાખે છે અને તેનાથી એક ઉર્જા મળે છે.
સાથે રામ ચરણે જણાવ્યું હતું કે, તે તેના દિવસની શરૂઆત આભાર વ્યક્ત કરીને કરે છે જેના કારણે આજે તે આ સ્થાન પર છે.
આ પણ વાંચો: ટાઇગર શ્રોફ અને સારા અલી ખાન વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યુ છે? એક ટ્વીટમાં દાવો
ઉલ્લેખનીય છે કે, રામ ચરણની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિએ વાયરલ થઈ રહી છે, જેમાં રામ ચરણ ટીમ સાથે જોવા મળી રહ્યો છે. તેમજ અભિનેતા તેની આગામી અનટાઈટલ્ડ ફિલ્મ જેને હાલ આરસી 15 કહેવામાં આવી રહ્યુ છે તેના સેટ પર પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. RRR ફિલ્મને મળેલી અપાર સફળતા બાદ અભિનેતા રામ ચરણ આરસી 15ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એક પેન ઇન્ડિયા ફિલ્મ છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ અને હિંદી ભાષામાં રિલીઝ થશે. આપન જણાવી દઇએ કે આ ફિલ્મમાં રામચરણ સાથે બોલિવૂડડ અભિનેત્રી કિયારા અડવાણી પણ નજર આવશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/fe-ieg-cropped-image-44.png)