RRR 2 : ટૂંક સમયમાં રામ ચરણ-જુનિયર એનટીઆરની ‘RRR 2’નું શૂટિંગ શરૂ થશે, રાજામૌલી નહીં કરે ફિલ્મનું નિર્દેશન

RRR 2 News : વિજયેન્દ્ર પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે, "અમે રામ ચરણ અને જુનિયર એનટીઆરની આરઆરઆરની સિક્વલ બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ. આ ફિલ્મમાં બંને અભિનય કરશે અને તે હોલીવુડના ધોરણો અનુસાર બનાવવામાં આવશે. ફિલ્મ માટે હોલીવુડના નિર્માતાની પસંદગી કરવામાં આવી છે.

Written by mansi bhuva
July 11, 2023 07:32 IST
RRR 2 : ટૂંક સમયમાં રામ ચરણ-જુનિયર એનટીઆરની ‘RRR 2’નું શૂટિંગ  શરૂ થશે, રાજામૌલી નહીં કરે ફિલ્મનું નિર્દેશન
રામ ચરણ-જુનિયર એનટીઆરની RRR 2 શૂટિંગ રાજામૌલી

RRR 2 News: એસએસ રાજામૌલીની વર્ષ 2022માં રિલીઝ થયેલી મેગા બજેટ ફિલ્મ આરઆરઆર એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી. આ પછી રાજામૌલીએ RRRની સિકવલની જાહેરાત કરી હતી. જેને પગલે દર્શકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો. તેવામાં આ ફિલ્મ સંબંધિત મોટું અપડેટ સામે આવી રહ્યું છે. લેખક વિજયેન્દ્ર પ્રસાદે હાલમાં જ ખુલાસો કર્યો હતો કે, ‘RRR 2’ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે તેવી વિગત પ્રાપ્ત છે.

આરઆરઆરની સિક્વલ બનાવવાની યોજના

એસએસ રાજામૌલીના પિતા વિજયેન્દ્ર પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે, “અમે રામ ચરણ અને જુનિયર એનટીઆરની આરઆરઆરની સિક્વલ બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ. આ ફિલ્મમાં બંને અભિનય કરશે અને તે હોલીવુડના ધોરણો અનુસાર બનાવવામાં આવશે. ફિલ્મ માટે હોલીવુડના નિર્માતાની પસંદગી કરવામાં આવી છે. સંભવત. તે એસએસ રાજામૌલી અથવા તેમની દેખરેખ હેઠળ કોઈ વ્યક્તિ દ્વારા નિર્દેશિત કરવામાં આવશે.”

RRRની સિકવલનું કામ ક્યારે શરૂ થશે?

રાજામૌલી ‘SSMB 29’ પૂર્ણ કર્યા જ બાદ RRRની સિકવલનું કામ શરૂ થશે, જે ઇન્ડિયાના જોન્સની તર્જ પર હતી. ફિલ્મ ‘SSMB 29’ના સ્ટાર્સ મહેશ બાબુ અને વિજયેન્દ્ર પ્રસાદે ખુલાસો કર્યો કે, આ ફિલ્મ ‘RRR’ કરતા ઘણી મોટી હશે. લેખક વિજયેન્દ્ર પ્રસાદે એમ પણ કહ્યું કે ‘SSMB 29’ પૂરી કર્યા પછી રાજામૌલી ‘મહાભારત’ પર કામ શરૂ કરશે.

આ પણ વાંચો : Jawan: શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની સ્ટોરી લીક! કિંગ ખાને મુંડન કેમ કરાવ્યું

ફિલ્મની સ્ટાર કાસ્ટ

સમગ્ર ભારતમાં એક્શનથી ભરપૂર ફિલ્મ ‘RRR’ વૈશ્વિક હિટ બની હતી અને ફિલ્મે એકેડેમી તરફથી ખૂબ પ્રશંસા મેળવી હતી. ઓસ્કર જીતનારી આ પ્રથમ ભારતીય ફીચર ફિલ્મ છે. એમએમ કીરવાનીના ખાસ ગીત ‘નાટુ નાટુ’ને 95માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ મૂળ ગીતનો એવોર્ડ મળ્યો હતો. મેગા-બ્લોકબસ્ટર ફિલ્મ એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી અને તેમાં જુનિયર એનટીઆર, રામ ચરણ, આલિયા ભટ્ટ અને અજય દેવગણ અન્ય ઘણા લોકો હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ