બોલિવૂડના આ ફિલ્મ નિર્માતાએ અમિતાભ બચ્ચન, શ્રીદેવી અને દાઉદ ઇબ્રાહિમને ગણાવ્યા પ્રેરણાસ્ત્રોત

ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. આ વખતે તેમની ફિલ્મો માટે નહીં પરંતુ તેમની પોસ્ટને કારણે તેઓ વિવાદમાં સપડાયા છે.

Written by Rakesh Parmar
September 05, 2025 21:53 IST
બોલિવૂડના આ ફિલ્મ નિર્માતાએ અમિતાભ બચ્ચન, શ્રીદેવી અને દાઉદ ઇબ્રાહિમને ગણાવ્યા પ્રેરણાસ્ત્રોત
ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. (તસવીર: @RGVzoomin/X)

ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. આ વખતે તેમની ફિલ્મો માટે નહીં પરંતુ તેમની પોસ્ટને કારણે તેઓ વિવાદમાં સપડાયા છે. 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસના રોજ દિગ્દર્શકે સોશિયલ મીડિયા પર તેમની સર્જનાત્મક યાત્રાને આકાર આપનારા અને તેમના માટે પ્રેરણાસ્ત્રોત એવા લોકોના નામ લીધા. એક તરફ તેમણે અમિતાભ બચ્ચન, સ્ટીવન સ્પીલબર્ગ, આયન રેન્ડ, બ્રુસ લી અને શ્રીદેવી જેવા દિગ્ગજોને સલામ કરીને પોતાની પોસ્ટ શરૂ કરી. બીજી તરફ તેમણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું નામ પણ ઉમેર્યું, જેનાથી લોકો ગુસ્સે થયા.

દાઉદ ઇબ્રાહિમ પર રામ ગોપાલ વર્માની પોસ્ટ

એક્સ પર એક પોસ્ટ શેર કરતા રામ ગોપાલ વર્માએ લખ્યું, ‘અમિતાભ બચ્ચન, સ્ટીવન સ્પીલબર્ગ, આયન રેન્ડ, બ્રુસ લી, શ્રીદેવી અને દાઉદ ઇબ્રાહિમ સહિત તે બધા મહાન લોકોને મારા સલામ, જેમણે મને હું જે છું તે બનવા અને હું જે પણ ફિલ્મો બનાવું છું તે બનાવવા માટે પ્રેરણા આપી. શિક્ષક દિવસની શુભકામનાઓ.’

લોકો રામ ગોપાલ વર્મા પર ગુસ્સે થયા હતા

આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે અને યુઝર્સે આરજીવીના શબ્દોની પસંદગીની આકરી ટીકા કરી છે. એક યુઝર્સે ટિપ્પણી કરી, “દાઉદના શિક્ષકને ખરેખર ગર્વ હોવો જોઈએ કારણ કે એક શિક્ષક ફક્ત દુનિયામાં ટોચ પર કેવી રીતે રહેવું તે શીખવતો નથી પણ ક્યારેક અંડરવર્લ્ડમાં કેવી રીતે રહેવું તે પણ શીખવે છે.” બીજા યુઝર્સે તેમને સીધો જ પૂછ્યું, “તમે દાઉદ ઇબ્રાહિમ પાસેથી શું શીખ્યા?” જ્યારે ત્રીજા યુઝર્સે લખ્યું, “ઓસામા બિન લાદેનને પણ ઉમેરો… તમે દાઉદને તમારા ગુરુ કહીને પ્રેરણાની મજાક ઉડાવી રહ્યા છો.”

આ પણ વાંચો: ‘બોલિવૂડના મોડર્ન બંટી-બબલી’, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા 60 કરોડના છેતરપિંડી કેસમાં આ અભિનેતાએ કર્યો કટાક્ષ

આરજીવીનો દાઉદની વાર્તા સાથે જોડાણ

આ પહેલીવાર નથી જ્યારે રામ ગોપાલ વર્માએ તેમના કાર્યને દાઉદ ઇબ્રાહિમ સાથે જોડ્યું હોય. 2021 માં ફિલ્મ નિર્માતાએ ‘ડી કંપની’નું નિર્દેશન કર્યું હતું જે દાઉદના નેતૃત્વ હેઠળના મુંબઈ અંડરવર્લ્ડ સામ્રાજ્યથી પ્રેરિત ફિલ્મ હતી. અગાઉ સ્પોટબોયને આપેલા એક ઇન્ટરવ્યુમાં, તેમણે કહ્યું હતું કે, “હું દાઉદ ઇબ્રાહિમને કારણે મારું ગુજરાન ચલાવું છું. મેં મારી કારકિર્દી ગેંગસ્ટર ફિલ્મોથી બનાવી કારણ કે મને હંમેશા માનવ સ્વભાવના કાળા પાસાંઓ પ્રત્યે આકર્ષણ રહ્યું છે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ