વિશ્વભરમાં ઇતિહાસ રચનાર ફિલ્મ આરઆરઆર (RRR) ગયા વર્ષે રિલીઝ થઇ હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. RRRએ ગોલ્ડન ગ્લોબ એવોર્ડસ પણ જીત્યો છે. સાથે જ આ ફિલ્મ સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ માટે પણ નોમિનેટ કરવામાં આવી છે. ત્યારે હવે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અભિનેચા રામ ચરણ અમેરિકા પહોંચી ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. અભિનેતાનો એરપોર્ટનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે.
હાલમાં સોશિયલ મીડિયા પર રામ ચરણની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં એક્ટર ખુલ્લા પગે અને કાળા કુર્તામાં જોવા મળી રહ્યો છે. ફેન્સને તેની આ સાદગી ઘણી પસંદ આવી હતી. તેની સ્ટાઈલ પણ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. હવે તમે વિચારતા હશો કે એક્ટર ખુલ્લા પગે કેમ જોવા મળ્યો હતો?
અભિનેતા રામ ચરણે અયપ્પાની દીક્ષા લીધી છે અને તેમણે 41 દિવસ સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું છે. આ દક્ષિણ ભારતની પરંપરા છે. તે 41 દિવસ સુધી ચાલે છે. આમાં ન તો ચપ્પલ પહેરવામાં આવે છે અને ન તો નોન-વેજ ખાવામાં આવે છે. બસ, તેનું પાલન કરતી વખતે, વ્યક્તિએ જમીન પર સૂવું પડે છે. આ પહેલા પણ ઘણા કાર્યકમોમાં રામ ચરણ ખુ્લ્લા પગે જોવા મળ્યો હતો.
વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં ઓસ્કાર એવોર્ડની નોમિનેશનની જાહેરાત થઈ હતી. આ નોમિનેશનમાં બેસ્ટ ફિલ્મની કેટગરીમાં આરઆરઆરી ફિલ્મને પણ સ્થાન મળ્યું હતું. ભારતીય સમય અનુસાર ઓસ્કાર એવોર્ડ 12 માર્ચ, 2023ના રોજ સાંજના સમયે શરુ થશે.
હૈદરાબાદથી અમેરિકા પહોંચેલા રામ ચરણનો અન્ય એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રામ ચરણ કારમાંથી બહાર નીકળતાની સાથે જ ફેન્સનું અભિવાદન કરે છે.
આ પણ વાંચો: Lock Upp બીજી સિઝનમાં કરણ કુન્દ્રાના સ્થાને બિગ બોસ 14 વિજેતા બનશે જેલર?
તે ફેન્સ સાથે હાથ મિલાવવા અને તેમની સાથે સેલ્ફી લેવા તેમની નજીક પણ ગયો હતો. તેનો સરળ સ્વભાવ જોઈને ચાહકો ખૂબ જ ખુશ થયા. અભિનેતાના લૂકની વાત કરીએ તો આ દરમિયાન તેણે બેજ ટી-શર્ટ સાથે ગ્રે પેન્ટ-સૂટ પહેર્યો હતો, જેમાં તે એકદમ ડેશિંગ દેખાઈ રહ્યો હતો. આ સાથે તેણે સનગ્લાસ પણ લગાવ્યા હતા, જે તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યા છે.