રણબીર કપૂર સફળ ફિલ્મ કલાકારોની લાંબી વિરાસતમાંથી આવે છે. વાસ્તવમાં, કપૂર પરિવારનું નામ તેના પરદાદા પૃથ્વીરાજ કપૂરની પેઢીથી પર્ફોર્મિંગ આર્ટ સાથે સંકળાયેલું છે, તેથી જ્યારે રણબીરે તેના પિતા ઋષિ કપૂરને ફોન કરીને સ્ક્રીન પર ગીત ગાવા માટે મદદ માંગી ત્યારે ઋષિ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
રજત શર્માનો આપ કી અદાલત શોમાં દિવંગત અભિનેતા ઋષિ કપૂરે યાદ કર્યું હતું કે, રણબીરે તેને ત્યારે જ અભિનયની સલાહ માટે બોલાવ્યો જ્યારે તેણે સ્ક્રીન પર લિપ-સિંક કરવું હતું અને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પશ્ચિમના દેશોથી વિપરીત, હિન્દી ફિલ્મોના કલાકારો રેકોર્ડ કરેલા ગીતો સાથે લિપ-સિંક કરે છે અને દર્શકોને એવું લાગે છે કે જાણે અભિનેતા સ્ક્રીન પર ગાતો હોય.
ઋષિ કપૂરે યાદ કરે છે અને કહ્યું… “રણબીરે મને એકવાર ફોન કર્યો હતો, આ દરમિયાન તેને મને પૂછ્યું હતું કે, શું હું તેને સ્ક્રીન પર ગાવા માટે કોઈ ટિપ્સ આપી શકું છું. મેં કહ્યું કે તમે ઋષિ કપૂરના પુત્ર રાજ કપૂરના પૌત્ર છો અને તમે મને આ પૂછો છો? તેણે કહ્યું કે મને ખબર નથી કે તે કેવી રીતે કરવું.”
દિવંગત અભિનેતાએ કહ્યું કે, તેણે ખરેખર તેના પુત્રને એટલા જોરથી ગાવાની સલાહ આપી હતી કે તેની નસ ફાટી જાય. તેણે શેર કર્યું, “મેં કહ્યું હતું કે તમારે એટલું જોરથી ગાવું જોઈએ કે તમારા સહ-અભિનેતા કહે કે તમે સંપૂર્ણ રીતે આઉટ ઓફ ટ્યુન છો.” ઋષિએ કહ્યું કે તેની સાથે ઘણીવાર આવું ત્યારે થતું જ્યારે તેના કો-સ્ટાર્સ તેને ગીતો ફિલ્માવતા સમયે ગાવાનું બંધ કરવા કહેતા. “તમે સેટ પર જે ગાઓ છો તે પ્રેક્ષકો સાંભળશે નહીં. તેઓ જાણે છે કે કિશોર કુમાર અને મોહમ્મદ રફી ગાઈ રહ્યા છે, પરંતુ તે જાણે કે કોઈ અભિનેતા ગાય છે.
આ પણ વાંચો: આલિયા ભટ્ટ સિઓલમાં ગુચી ક્રૂઝમાં હાજરી આપ્યા બાદ મુંબઇ પરત ફરી, જુઓ તસવીરો
ઋષિ કપૂર 1970ના દાયકામાં લોકપ્રિય અભિનેતા બન્યા અને 2020માં તેમના મૃત્યુ સુધી ફિલ્મોમાં દેખાતા રહ્યા. કેન્સર સામેની લાંબી લડાઈ બાદ અભિનેતાનું અવસાન થયું.