scorecardresearch

રાની મુખર્જીની ફિલ્મ મિસિસ ચેટર્જી Vs નોર્વે કેમ જોવી જોઇએ? જાણો

Mrs chatterjee vs norway Review: રાની મુખર્જી ખરેખર અભિનયની બાબતમાં પરફોર્મન્સની રાણી સાબિત થઈ છે. તે દેબિકાના પાત્રને પોતાની શૈલીમાં વણે છે અને પછી પોતાની શૈલીમાં જીવે છે.

રાની મુખર્જીની ફિલ્મ મિસિસ ચેટર્જી Vs નોર્વે કેમ જોવી જોઇએ? જાણો
બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી ફાઇલ તસવીર

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી ફરી દમદાર વાપસી કરી છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં અભિનેત્રી બોલિવૂડમાં ભલે ઓછી સક્રિય રહી હોય તેમ છતાં રાની દરેક વખતે દર્શકોના દીલ તો જીતે જ લે છે. જ્યારે હવે ‘મિસિસ ચેટર્જી Vs નોર્વે’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, ત્યારે રાનીના વધુ એક મજબૂત અભિનયની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ‘મિસિસ ચેટર્જી Vs નોર્વે’નું ટ્રેલર ખરેખર જોરદાર છે અને એક માતાની તેના બાળકો માટે આખા દેશ સામેની કાનૂની લડાઈ દર્શાવે છે.

મિસિસ ચેટર્જી એટલે કે રાની મુખર્જી તેના બે બાળકો સાથે નોર્વેમાં રહે છે. તે નોર્વેમાં પરિવાર સાથે નવી શરૂઆત કરવા માટે પોતાનો દેશ છોડીને જાય છે. તે બંને બાળકોને ખૂબ પ્રેમ કરે છે. અચાનક એક દિવસ શ્રીમતી ચેટરજીને ખબર પડે છે કે નોર્વેની સરકારે તેમના બંને બાળકોને તેમની પાસેથી છીનવી લીધા છે. સરકારને લાગે છે કે શ્રીમતી ચેટર્જી તેમના બાળકોની યોગ્ય રીતે સંભાળ રાખવામાં સક્ષમ નથી. શ્રીમતી ચેટર્જી પોતાના હાથે બાળકોને ખવડાવે છે. પરંતુ નોર્વેની સરકાર આ બધું તેના નિયમો વિરુદ્ધ માને છે. અહીંથી જ માતાની સાચી લડાઈ શરૂ થાય છે. શ્રીમતી ચેટર્જી એટલે કે રાની મુખર્જી તેના બાળકોને પાછા લાવવા માટે નોર્વેની સરકાર સામે લડે છે અને કોર્ટમાં પહોંચે છે. શ્રીમતી ચેટર્જી જે રીતે કોર્ટમાં ભાંગી પડે છે અને કહે છે કે મને મારું બાળક પાછું જોઈએ છે, નહીં તો હું મરી જઈશ, તે આઘાતજનક છે.

આ ફિલ્મ સાગરિકા ચક્રવર્તીની જીવન વાર્તા પર આધારિત છે, જે 2011માં તેના પતિ અને બાળકો સાથે નોર્વે શિફ્ટ થઈ હતી. નોર્વેની બાળ કલ્યાણ સર્વિસે આ ભારતીય દંપતીના બે બાળકો અભિજ્ઞાન અને ઐશ્વર્યાને તેમની કસ્ટડીમાં લીધા હતા. તેઓએ ચુકાદો આપ્યો કે બંને બાળકો 18 વર્ષની ઉંમર સુધી પાલક સંભાળમાં રહેશે, કારણ કે તેમની માતા નોર્વેના કાયદા હેઠળ બાળકોને ઉછેરવામાં અસમર્થ છે. આ પછી સાગરિકાને બાળકોની કસ્ટડી માટે પૂરા ત્રણ વર્ષ સુધી નોર્વે અને ભારત સરકારની કોર્ટના ચક્કર કાપવા પડ્યા. ત્યારે જ તેને તેના બાળકો પાછા મળ્યા હતા.

View this post on Instagram

A post shared by RANI MUKERJI 🔵 (@_ranimukerji)

દિગ્દર્શક આશિમા છિબ્બર ફિલ્મની લાગણી અને ગતિને પહેલા જ દ્રશ્યમાં સેટ કરે છે જ્યારે વેલફેર સોસાયટી દ્વારા તેના બાળકોને લઈ જવામાં આવે છે. તે સમયે રાની કારની પાછળ દોડતી, પડતી વાર્તાનો મૂડ સેટ કરે છે. એ પછી વાર્તા પોતાની ગતિએ આગળ વધે છે. વાર્તા અધવચ્ચે થોડી છૂટી જાય છે. આવી સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મોનો સૌથી મોટો પડકાર તેની પટકથા છે, તે સ્તરે વાર્તા થોડી નબળી સાબિત થાય છે. તેમ છતાં પ્રી-ક્લાઈમેક્સ અને ક્લાઈમેક્સ તમને ઉત્સુક કરે છે અને સાથે સાથે રાહત પણ આપે છે. જો કે, વાર્તામાં કેટલાક પ્રશ્નો જવાબ વિના આગળ વધે છે.

આ પણ વાંચો: ગૌતમ અદાણીના નાના પુત્રએ પ્રખ્યાત ડાયમંડ વેપારીની દીકરી દીવા શાહ સાથે કરી સગાઇ

રાની ખરેખર અભિનયની બાબતમાં પરફોર્મન્સની રાણી સાબિત થઈ છે. તે દેબિકાના પાત્રને પોતાની શૈલીમાં વણે છે અને પછી પોતાની શૈલીમાં જીવે છે. એક અતિશય, લાચાર અને લડાયક માતા તરીકે રાનીનો અભિનય આપણને ઘણી જગ્યાએ આંસુઓથી ભરી દે છે. અહીં તે તેના અભિનયમાં ટોચ પર જોવા મળે છે. પહેલા હાફમાં જ્યાં તે આક્રમક છે, બીજા હાફમાં તે હાથ જોડી અને ભીની આંખો સાથે જોવા મળે છે. જીમ સરભ ભારતીય મૂળના વકીલના પાત્રમાં દેખાય છે અને ફિલ્મને એક ઊંચાઈ આપે છે.

Web Title: Rani mukharji mrs chatterjee vs norway trailer movie review news

Best of Express