રણવીર સિંહ, બોબી દેઓલ અને શ્રીલીલા અત્યાર સુધીની સૌથી મોંઘી એડ ફિલ્મમાં દેખાશે, આટલા કરોડના બજેટમાં બનશે !

જવાન ડિરેક્ટર એટલી દ્વારા દિગ્દર્શિત આ જાહેરાત ફિલ્મમાં બોબી દેઓલ, રણવીર સિંહ અને શ્રીલીલા જોવા મળશે. તેના અતિશય બજેટના લીધે તે સૌથી મોંઘી માર્કેટિંગ ટ્રિક્સમાંની એક બની છે.

Written by shivani chauhan
October 17, 2025 13:59 IST
રણવીર સિંહ, બોબી દેઓલ અને શ્રીલીલા અત્યાર સુધીની સૌથી મોંઘી એડ ફિલ્મમાં દેખાશે, આટલા કરોડના બજેટમાં બનશે !
Ranveer Singh Bobby Deol

અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) બોબી દેઓલ (Bobby Deol) અને શ્રીલીલા (Sreeleela) મોટા પાયે કમાણી કરવાની આશા રાખી રહ્યા છે. તેઓ 150 કરોડ રૂપિયાના બજેટવાળી એક જાહેરાત ફિલ્મમાં કામ કરી રહ્યા હોવાના અહેવાલો હમણાં જ સામે આવ્યા છે. આ જાહેરાત ફિલ્મનું દિગ્દર્શન જવાન ડિરેક્ટર એટલી દ્વારા કરવામાં આવશે.

જવાન ડિરેક્ટર એટલી દ્વારા દિગ્દર્શિત આ જાહેરાત ફિલ્મમાં બોબી દેઓલ, રણવીર સિંહ અને શ્રીલીલા જોવા મળશે. તેના અતિશય બજેટના લીધે તે સૌથી મોંઘી માર્કેટિંગ ટ્રિક્સમાંની એક બની છે.

રણવીર સિંહ, બોબી દેઓલ અને શ્રીલીલાની મોટા બજેટની એડ

આ જાહેરાત ફિલ્મ ચિંગની દેશી ચાઇનીઝ અને એજન્ટ ચિંગ એટેક્સ નામની તેની નવી ઝુંબેશ માટે છે. બોલીવુડ હંગામા અનુસાર, આ જાહેરાત ફિલ્મનું શૂટિંગ ફીચર ફિલ્મ જેવા જ સ્કેલ પર કરવામાં આવશે, જેમાં વિસ્તૃત સેટ, વિગતવાર VFX અને મલ્ટીપલ શૂટિંગ શિડ્યુઅલ હશે. ઉપરોક્ત પ્રકાશન દ્વારા ટાંકવામાં આવેલા એક સ્વતંત્ર સ્ત્રોત દ્વારા જંગી બજેટની પુષ્ટિ કરવામાં આવી હતી.

સૂત્રએ જણાવ્યું હતું કે, “એટલી દ્વારા દિગ્દર્શિત, ચિંગની દેશી ચાઇનીઝ ફિલ્મનું એડ કેમપેઇન જેમાં રણવીર સિંહ, બોબી દેઓલ અને શ્રીલીલા અભિનીત છે, તે લગભગ 150 કરોડ રૂપિયાના જંગી બજેટમાં બનાવવામાં આવી રહ્યું છે. આ એકલા તેને અત્યાર સુધીની સૌથી મોટી એડ કેમપેઇનમાંની એક છે, જેમાં પ્રખ્યાત સ્ટાર્સ અને જંગી બજેટ છે.” કંપની 19 ઓક્ટોબરે મુંબઈમાં એક સ્ક્રીનિંગ પણ કરી રહી છે , જેમાં એટલી, રણવીર અને શ્રીલીલા હાજરી આપશે.

એટલીનો છેલ્લો દિગ્દર્શનનો પ્રયાસ શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ જવાન હતો, અને તેણે તેના થિયેટર રન દરમિયાન બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા. આ ફિલ્મે વિશ્વભરમાં ₹ 1160 કરોડની કમાણી કરી, અને ભારતમાં લગભગ ₹ 600 કરોડની કમાણી કરી.

શ્રીલીલા છેલ્લે ભાનુ ભોગાવરાપુ દિગ્દર્શિત માસ ઝટારામાં જોવા મળી હતી. રણવીર સિંહ છેલ્લે રોકી ઔર રાની કી પ્રેમ કહાની (2023) માં જોવા મળ્યો હતો જ્યારે બોબી દેઓલે આર્યન ખાનની ફિલ્મ “ધ બેડ્સ ઓફ બોલિવૂડ” માં તેની ભૂમિકા અદભુત હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ