Rashmika Mandanna : ડીપફેક વીડિયો વાયરલ થયા પછી પહેલીવાર રશ્મિકા મંદાના જાહેરમાં આવી, જુઓ વીડિયો

Rashmika Mandanna : નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો જોયા પછી અમિતાભ બચ્ચન સહિત તમામ મોટા સ્ટાર્સે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કડક કાર્યવાહીની માંગ કરી હતી.

Written by mansi bhuva
Updated : December 08, 2023 18:29 IST
Rashmika Mandanna : ડીપફેક વીડિયો વાયરલ થયા પછી પહેલીવાર રશ્મિકા મંદાના જાહેરમાં આવી, જુઓ વીડિયો
Rashmika Mandanna : ડીપફેક વીડિયો વાયરલ થયા પછી પહેલીવાર રશ્મિકા મંદાના જાહેરમાં દેખાય

Rashmika Mandanna Video : હાલમાં સાઉથ એક્ટ્રેસ અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) નો એક ડીપફેક વીડિયો (DeepFake Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો જોયા પછી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સહિત તમામ મોટા સ્ટાર્સે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. રંશ્મિકા મંદાનાએ પણ પોતાનો ડીપફેક વીડિયો જોયા પછી પ્રતિક્રિયામાં કહ્યું કે, તે ડરી ગઈ છે. હવે આ કેસ પછી પહેલીવાર રશ્મિકા મંદાના જાહેરમાં જોવા મળી હતી. આ દરમિયાન તે એકદમ ભયભીત લાગી રહી હતી.

હકીકતમાં આ ટેકનોલોજીની દુનિયામાં કેટલું નવું આઘુનિકરણ અને વિકાસ થતો રહે છે. જે પૈકી એક છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરઉપયોગ કરીને રશ્મિકાનો ફેક વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વાયરલ વીડિયોએ સર્વત્ર સનસનાટી મચાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયોને હટાવવાની એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. આ વચ્ચે રશ્મિકા મંદાના લેટેસ્ટ વીડિયોમાં પૈપરાઝીથી છુપતી નજર આવી રહી છે.

લેટેસ્ટ વીડિયોમાં અભિનેત્રી એનિમલ કો-સ્ટાર રણબીર કપૂર સાથે ટી-સીરીઝની ઓફિસમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી ખૂબ જ ડરેલી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લોકો એક્ટ્રેસને સતત સપોર્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘તમને ઘણો પ્રેમ અને સમર્થન’

ડીપફેક વીડિયો મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા રશ્મિકાએ કહ્યું હતું કે ‘આ વીડિયો જોયા પછી હું ખૂબ જ દુઃખ થઇ રહ્યું છું. સાચું કહું તો, આવી બાબતો માત્ર મારા માટે જ નહીં પરંતુ આપણામાંના દરેક માટે અત્યંત ડરામણી છે જેઓ આજે ITના દુરુપયોગને કારણે નુકસાનની ચપેટમાં છે.

આ સાથે રશ્મિકા મંદાનાએ કહ્યું હતું કે, ‘આજે એક મહિલા અને એક્ટરના રૂપમાં હું મારા પરિવાર, મિત્રો અને ચાહકોની આભારી છું જે મારી સાથે છે. જો હું શાળા કે કોલેજમાં હોત ત્યારે મારી સાથે આવું બન્યું હોત, તો ખરેખર મેં કેમ તેની સાથે વ્યવહાર કર્યો હોત તેની હું કલ્પના પણ કરી શકતી નથી. આપણે તાત્કાલિક ધોરણે આ ગંભીર બાબતે ધ્યાન આપવું જોઇએ.’

આ પણ વાંચો : Deepfake Video : ડીપફેકનો દુરુપયોગ કરનાર સાવધાન, નહીંત્તર જેલની સજા સાથે નાણાંકીય દંડ થશે; સરકારે ગાઇડલાઇન જારી કરી

રશ્મિકા મંદાનાના વર્ફ્રન્ટની વાત કરીએ તો તે આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ને લઈને ચર્ચામાં છે. આમાં રણબીર કપૂર મહત્વના રોલમાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું અદ્ભુત ટ્રેલર રિલીઝ થયું હતું, જેણે ચાહકોનો ઉત્સાહ બમણો કરી દીધો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ