Rashmika Mandanna Video : નેશનલ ક્રશ રશ્મિકા મંદાના તેની આગામી ફિલ્મ એનિમલને કારણે જોરશોરથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના સાથે રણબીર કપૂર જોવા મળશે. એનિમલનું ટીઝર અને ગીતો લોકોને ખુબ પસંદ આવ્યા છે. એનિમલ આગામી 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં ધૂમ મચાવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત છે. આ વચ્ચે રશ્મિકા મંદાના વિજય દેવરકોંડાને લઇને ફરી ચર્ચામાં છે.
ખરેખર તો રશ્મિકા મંદાના અને રણબીર કપૂર ‘એનિમલ’ના પ્રમોશન માટે તેલુગુ ચેટ શોમાં હાજર રહ્યા હતા. જ્યાં રશ્મિકાને સ્ક્રીન પર બે ફિલ્મોના પોસ્ટર બતાવવામાં આવ્યા હતા. પહેલી ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ હતી, જ્યારે બીજી ફિલ્મ ‘એનિમલ’ હતી. આ જોઈને રણબીરે હોસ્ટને રશ્મિકાને પૂછવા કહ્યું કે કોણ વધુ સારું એક્ટર છે? આ સાંભળતા રશ્મિકાએ હળવી સ્માઇલ આપી અને તે શરમાઈ ગઈ. આ પછી અભિનેત્રીએ વિજય દેવરાકોંડાને ફોન કર્યો અને અભિનેતાએ ફોન ઉપાડતા જ કહ્યું, ‘વોટ્સઅપ રે!’ વિજયનો અવાજ સાંભળતા જ રશ્મિકા શરમાવા લાગી. રશ્મિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
આ વીડિયો જોયા પછી લોકોને લાગે છે કે રશ્મિકાએ કંઈ બોલ્યા વિના પણ પોતાનો પ્રેમ પ્રગટ કરી દીધો છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં રિશ્મકાને અતિશય શરમાતી જોઈને લોકો માની રહ્યા છે કે વિજય દેવેરાકોંડા સાથે તેના સંબંધોની પુષ્ટિ થઈ ગઈ છે.
મહત્વનું છે કે, રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા લાંબા સમયથી સાથે હોવાના અહેવાલ છે. બંનેએ તેમના સ્પેશિયલ બોન્ડ વિશે સ્વીકાર્યું છે, પરંતુ તેઓ રિલેશનશિપમાં હોવાની હકીકતને હજુ સુધી કન્ફર્મ કરી નથી. આવી સ્થિતિમાં, જ્યારે તેમની તસવીરો અફવાઓ વચ્ચે વાયરલ થાય છે, ત્યારે ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. ગીત ‘ગીતા ગોવિંદમ’માં રશ્મિકા અને વિજય સાથે જોવા મળ્યા હતા. તે જ સમયથી તેમના અફેરના સમાચારોએ જોર પકડ્યું હતું.





