Rashmika Mandanna Viral Video Deepfake : પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડીપફેક (DeepFake) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો રશ્મિકાનો હોવાનું કહેવાય છે. પરંતુ લાઇટહાઉસ જર્નાલિઝમને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો નકલી છે અને ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. મૂળ વિડિયોમાં ઝરા પટેલ નામની મહિલા જોવા મળે છે.
બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘એનિમલ’ તેની જાહેરાત બાદથી જ ચર્ચામાં છે. રણબીર કપૂર ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન્સ કરતો જોવા મળશે અને તેની ઝલક પોસ્ટર્સ અને ક્લિપ્સમાં પહેલેથી જ દેખાડવામાં આવી છે. સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાના આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે લીડ રોલમાં જોવા મળશે.
આ વીડિયો કેમ વાયરલ થયો (Rashmika Mandanna Deepfake Viral Video)
ઈન્સ્ટાગ્રામ યુઝર અંકિતા રાજપૂતે વાયરલ વીડિયો તેની પ્રોફાઈલ પર શેર કર્યો છે.
આ વીડિયોને 29 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. અન્ય યુઝર્સ પણ આ વીડિયો શેર કરતા જોઈ શકાય છે.
આ ડીપફેક વાયરલ વીડિયોની તપાસ કેવી રીતે થઇ? (How to Check Deepfake Viral Video)
વીડિયોના સ્ક્રીનશોટ લઈને તેને રિવર્સ ઈમેજ સર્ચમાં મૂકીને સર્ચ કરતાં અનેક વીડિયો અલગ-અલગ વેબસાઈટ પર જોવા મળ્યા. તેમાંથી કેટલીકમાં અભિનેત્રી રશ્મિકા મંદન્ના જોવા મળી હતી. તેમાંથી કેટલાકમાં અન્ય એક મહિલા દેખાતી હતી. Reddit પર એક પોસ્ટ પર ક્લિક કરતાં જાણવા મળ્યું કે રશ્મિકા સિવાય જે મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઝારા પટેલ છે.
અમને ઓરિજનલ વીડિયો ઝરા પટેલની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર જોવા મળ્યો છે.
અમને સોશિયલ વીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક વિડિયો પણ મળ્યો જેની ફેક્ટ ચેક કરવામાં આવી છે.
આ જાણકારીને અમિતાભ બચ્ચને પણ રિટ્વિટ કરી છે.
ડીપ ફેક શું છે? (What is Deepfake Video)
છેલ્લા કેટલાક સમયથી લોકો વચ્ચેમાં ડીપ ફેકની ચર્ચા થાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સને એક્સેસ કરવાનું સરળ બની રહ્યું છે. ડીપફેક જીવનને વધુને વધુ પ્રભાવિત કરી રહ્યા છે. જો કે આ કોઈ નવો કોન્સેપ્ટ નથી. લાંબા સમયથી ફિલ્મો માટે ડીપ ફેકનો ઉપયોગ કરવામાં આવે છે.
ડીપ લર્નિંગ એ મશીન લર્નિંગનો એક ભાગ છે. આ ડીપ લર્નિંગમાંથી ડીપ ફેક બનાવવામાં આવે છે. મશીન લર્નિંગની દુનિયામાં ડીપ એટલે મલ્ટિપલ લેયર. ડીપફેક એક ઈમેજના ફીચર્સને બીજી ઈમેજના ફીચર્સમાંથી બદલે છે.
ડીપ ફેકને કેવી રીતે ઓળખવું? (How To Identify Deepfake Video)
જેમ જેમ ટેક્નોલોજી વિકસી રહી છે, તેમ તેમ ડીપફેક શોધવાનું વધુ મુશ્કેલ બની રહ્યું છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, 2018 માં, અમેરિકન સંશોધકોએ જોયું કે ડીપફેક વીડિયોમાં ચહેરા સામાન્ય રીતે ઝબકતા નથી. આમાં આશ્ચર્યજનક કંઈ નથી. ફોટા અને વીડિયો ઘણીવાર લોકોને તેમની આંખો ખુલ્લી રાખીને બતાવે છે, તેથી એલ્ગોરિધમ ખરેખર કેવી રીતે ઝબકવું તે શીખી શક્યું નથી. પણ હવે તેણે શીખવાનું પણ શરૂ કર્યું છે.
નબળી ક્વોલિટીવાળા ડીપફેક સરળતાથી શોધી શકાય છે. હોઠનું હલનચલન ખરાબ થઈ શકે છે અથવા સ્કીનનો કલર વિકૃત થઈ શકે છે. ઝરા પટેલના વીડિયોમાં પણ રશ્મિકા મંદાનાના ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ વીડિયોમાં અવાજ માત્ર ઝારાનો છે.
આ પણ વાંચો | ક્રિકેટર શુભમન ગિલ કોને ડેટ કરી રહ્યો છે? અભિનેત્રી સારા અલી ખાને કરણ જોહર સામે કર્યો ખુલાસો
નિષ્કર્ષ: ભારતીય અભિનેત્રી રશ્મિકા મંડન્નાના નામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલો વીડિયો એક ડીપફેક વીડિયો છે. AIની મદદથી ઝારા પટેલના શરીર પર મંદાનાનો ચહેરો દેખાડવામાં આવ્યો છે. વાયરલ વીડિયો નકલી છે.





