scorecardresearch

Raveena Tondon: રવીના ટંડનએ વર્ષો બાદ અક્ષય કુમાર સાથે સગાઇ તૂટવા પર મૌન તોડ્યું

Raveena Tondon: અક્ષય કુમાર અને રવીના ટંડન (Akshay Kumar and Raveena Tondon) ની જોરદાર કેમેસ્ટ્રીથી સૌકોઇ વાકેફ હશે. તાજેતરમાં રવીના ટંડન (Raveena Tondon) એ અક્ષય કુમાર સાથેની તૂટેલી સગાઈ વિશે વાત કરી છે.

રવીના ટંડન
બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડને અક્ષય કુમાર સાથે તૂટેલી સગાઇને લઇને પ્રતિક્રિયા આપી

અક્ષય કુમાર અને રવીના ટંડનની જોરદાર કેમેસ્ટ્રીથી સૌકોઇ વાકેફ હશે. અક્ષય કુમાર અને રવીના ટંડનની જોડી ફિલ્મ ‘મોહરા’ થી ખુબ લોકપ્રિય થઈ હતી. અક્ષય અને રવીનાની કેમેસ્ટ્રી ઓનસ્ક્રીન ખુબ સારી હતી. આ ઓનસ્ક્રીન રોમાંસ રીલ લાઈફથી રીયલ લાઈફમાં થવા લાગ્યું અને બંને એક બીજાને ડેટ કરવા લાગ્યા હતા. આ બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી, પણ કોઈ કારણથી તૂટી ગઈ હતી. આટલા વર્ષો બાદ રવીનાએ તેની સગાઈ પર મૌન તોડ્યું છે.

રવીના ટંડને આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘આ વાત મારા મગજમાં અટકી ગઈ છે. મને સમજાતું નથી કે લોકો આજે પણ મારી તૂટેલી સગાઈને પકડીને કેમ બેઠા છે? આગળ શું કામ નથી વધતા?

સગાઈ બાદ રવીના અને અક્ષય એક બીજા સાથે લગ્ન પણ કરવા માંગતા હતા પણ સગાઈ તૂટ્યા બાદ બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા. રવીનાએ ઘણાં સમય બાદ પોતાની તૂટેલી સગાઈ વિશે વાત કરી છે. આ સાથે રવીનાએ એ દાવાઓ પર પણ પ્રતિક્રિયા આપી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે રવીનાથી બ્રેકઅપ પછી અક્ષય તેના જેવી દેખાતી છોકરીઓને ડેટ કરતો હતો. રવીનાનું કહેવું છે કે, ‘આ વિશે મને વધારે માહિતી નથી. અને મારી સગાઈ તુટવા બાબતે મીડિયામાં પ્રકાશિત થતા તમામ આર્ટીકલ્સથી દુર રહી હતી. આ સાથે હું બધુ ભૂલીને હું મારા જીવનમાં આગળ વધી ગઈ પણ લોકો આજે પણ મારી તૂટેલી સગાઈની વાતો કેમ નથી ભૂલતા?

View this post on Instagram

A post shared by Raveena Tandon (@officialraveenatandon)

આ પણ વાંચો: sidharth kiara wedding Reception : નવદંપતી સિદ્ધાર્થ અને કિયારાને લગ્ન બાદ પહેલીવાર એકસાથે જોઇ પ્રશંસકો ખુશહાલ, આજે કપલનું પારિવારિક રિસ્પેશન

રવીનાએ જણાવ્યું કે, ‘મોહરા ફિલ્મ દરમિયાન અમારી જોડી હીટ હતી. આજે પણ અમે જયારે એક બીજાને મળીએ છીએ ત્યારે અમે બધા ખુશીથી મળતા હોઈએ છીએ અને વાતો પણ કરતા હોઈએ છીએ. દરેક વ્યક્તિ જીવનમાં આગળ વધી જાય છે.

કોલેજની છોકરીઓ દર અઠવાડિયે બોયફ્રેન્ડ બદલતી હોય છે, પણ ના જાણે કેમ એક તૂટેલી સગાઈ આજે પણ લોકોના દિમાગમાં અટકી રહી છે. બધા મૂવ ઓન કરી જતા હોય છે. જેના છુટાછેડા થયા હોય તે પણ જીવનમાં આગળ વધી જતા હોય છે. એમાં શું મોટી વાત છે?’

આ પણ વાંચો: Sidharth kiara wedding: કિયારા અડવાણીના વેડિંગ લહેંગાને પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ તૈયાર કર્યો, જાણો કિંમત

રવીનાએ અક્ષય સાથે સગાઈ તૂટ્યા બાદ ફિલ્મ ડીસ્ટ્રીબ્યુટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. તેના બે સંતાનોમાં દીકરી રાશા અને દીકરો રણબીર છે. જયારે અક્ષયે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે અને તેને પણ આરવ અને નિતારા બે સંતાનો છે.

Web Title: Raveena tondon speaks on her broken engagement with akshay kuamr latest news instagram

Best of Express