અભિનેત્રી રિચા ચઢ્ઢા બ્રિટિશ અભિનેતા વિલિયમ મોસ્લીની સામે ઈન્ડો-બ્રિટિશ પ્રોડક્શન ‘આયના’ માં આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કરવા માટે તૈયાર છે. રિચા ડેવિડ વોમાર્ક દ્વારા નિર્મિત અને ભારતીય નિર્દેશક તબરેઝ નૂરન દ્વારા નિર્દેશિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ‘લવ સોનિયા’માં પહેલેથી જ કામ કરી ચૂકી છે. લંડન અને ભારત વચ્ચે બનેલી ફિલ્મ ‘આયના’ને ગઈકાલે સાંજે પ્રતિષ્ઠિત હાઉસ ઓફ લોર્ડ્સમાં ફિલ્મના નિર્માતાઓ દ્વારા સત્તાવાર રીતે તેની જાહેરાત કરવામાં આવી હતી.
‘આયના’નું નિર્દેશન નિર્દેશક માર્કસ મીડ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જે આ પ્રોજેક્ટ સાથે પોતાની ફીચર ફિલ્મની શરૂઆત કરી રહ્યા છે. આ ફિલ્મ PTSD ના રૂપમાં સંસ્કૃતિની અંદર અને માનવો પર યુદ્ધના કારણે થતી હિંસાની અસરો વિશેનું સામાજિક નાટક છે.
જોકે,રિચાનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ નથી. તે આ પહેલાં ‘મસાન’ અને ‘લવ સોનિયા’માં જોવા મળી હતી. આ બંને આંતરરાષ્ટ્રીય કંપનીઓના પ્રોજેક્ટ હતા. રિચાના જણાવ્યા અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ બીજી જૂનથી શરુ થવાનું છે. વિલિયમ મુસલે ‘ધી ક્રોનિકલ ઓફનાર્નિયા’ના બાળકલાકાર તરીકે મશહૂર છે. તે પછી તેણે ઈન્ડો-બ્રિટિશ પ્રોજેક્ટ ‘માર્ગારિટા વીથ એ સ્ટ્રો’માં કામ કર્યું હતું.
આ પણ વાંચો: શાહરૂખ ખાન અને રણવીર સિંહ આર્યનની પહેલી વેબ સીરિઝમાં કેમિયો કરશે
આ ફિલ્મ દ્વારા મરકુસ મેડ્ટ દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મ એક સોશયલ ડ્રામા પર આધારિત છે. આ ફિલ્મમાં લડાઇ દરમિયાન થતી જાનહાનિ અને નુકસાનની અસર લોકો અને સમાજ પર કેવી પડે છે તે દર્શાવામાં આવ્યું છે.