Rishabh Tandon Death : ગાયક ઋષભ ટંડનનું માત્ર 35 વર્ષની વયે નિધન, સંગીત અને ફિલ્મ જગત શોકમગ્ન

Rishabh Tandon Passes Away : ગાયક અને એક્ટર ઋષભ ટંડનના અવસાનથી બોલીવુડને મોટો આંચકો લાગ્યો છે. તમને જણાવીયે કે, એક દિવસ પહેલા જ દિગ્ગજ એક્ટર અસરાનીનું નિધન થયું છે.

Written by Ajay Saroya
October 22, 2025 15:53 IST
Rishabh Tandon Death : ગાયક ઋષભ ટંડનનું માત્ર 35 વર્ષની વયે નિધન, સંગીત અને ફિલ્મ જગત શોકમગ્ન
Rishabh Tandon Death : ગાયક ઋષભ ટંડનનું 35 વર્ષની વયે નિધન થયું છે. (Photo: rishabhtandonofficial)

Rishabh Tandon Passes Away : બોલીવુડ માંથી એક માઠા સમાચાર આવ્યા છે. જાણતી સિંગર અને એક્ટર ઋષભ ટંડનનું નિધન થયું છે. તેમણે માત્ર 35 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમની અચાનક વિદાયથી સંગીત અને ફિલ્મ ઉદ્યોગ શોકમગ્ન છે. ચાલો જાણીએ તેમના મૃત્યુ પાછળનું કારણ શું છે.

ઋષભ ટંડનનો બીજો પરિચય એ હતો કે તે એક અભિનેતા હતો. લોકો તેમને ફકીર તરીકે પણ ઓળખતા હતા. 21 ઓક્ટોબરના રોજ હાર્ટ એટેકને કારણે તેમનું આકસ્મિક અવસાન થયું છે. આ દુ:ખદ અને પરેશાન કરનારી માહિતી પાપારાઝી વિરલ ભયાણીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. પ્રખ્યાત ગાયકના મોતના સમાચારથી ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે.

ચાહકો સોશિયલ મીડિયા પર ગાયક ઋષભ ટંડનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને દુનિયામાં તેની અચાનક વિદાય પર આશ્ચર્ય પણ વ્યક્ત કરી રહ્યા છે. તેમના લોકપ્રિય ગીતો ઉપરાંત, તે ‘ફકીર-લિવિંગ લિમિટલેસ’ અને ‘રશના : ધ રે ઓફ લાઇટ’ જેવી ફિલ્મોમાં અભિનય માટે પણ જાણીતા હતા.

ઋષભ ટંડન વિશે વાત કરીયે તો, તેમને પાલતુ પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. ગાયક મુંબઈમાં ઘણા પાળતુ પ્રાણી સાથે રહેતો હતો. લોકોએ તેમના મોટાભાગના ગીતો પસંદ કર્યા હતા અને તેમના ગીતો હંમેશા સોશિયલ મીડિયા પર ચાહકોમાં વાયરલ રહેતા હતા. તમને જણાવી દઈએ કે ઋષભના કેટલાક ગીતો હજુ રિલિઝ થયા નથી, જે તેણે રેકોર્ડ કર્યા હતા. તેમનું એક ગીત ફકીરને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું અને ત્યારથી તેને ફકીર સિંગર નામ આપવામાં આવ્યું છે.

કોમેડિયન અસરાનીનું નિધન

તમને જણાવી દઇયે કે, થોડાક દિવસ પહેલા જ બોલિવૂડ અભિનેતા અને કોમેડિયન અસરાનીનું દિવાળીના દિવસ 20 ઓક્ટોબરે નિધન થયું હતું. તેમણે 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા, જેના કારણે તેમને 5 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ