લોકપ્રિય હેરી પોટર ફિલ્મ સીરીઝમાં હેગ્રિડનું પાત્ર ભજવનાર સ્કોટિશ એક્ટર રોબી કોલટ્રેનનું નિધન થયુ છે. તેઓ 72 વર્ષના હતા. રોબી કોલટ્રેને હેરી પોર્ટર સીરીઝની ફિલ્મો ઉપરાંત ડિટેક્ટિવ ડ્રામા ‘ક્રેકર’માં અભિનય કર્યો હતો. તેઓ કોમીડ માટે પણ જાણીતા હતા.
રોબી કોલટ્રેનની એજન્ટ બેલિંડાએ આ મામલે એક નિવેદન જાહેર કરીને પુષ્ટિ આપી અને જણાવ્યુ કે, રોબી કોલટ્રેનનું હોસ્પિટલમાં નિધન થયુ છે. રોબી કોલટ્રેનના નિધનથી તેમની બહેર એની રે, તેમના બાળકો અને માતા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. રોબી કોલટ્રેનના નિધનથી સમગ્ર હોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ચાહકોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
કોલટ્રેનની એજન્ટ બેલિન્ડા રાઈટે જણાવ્યું હતું કે તેનું સ્કોટલેન્ડની હોસ્પિટલમાં તેમનું શુક્રવારે અવસાન થયું હતું. જો કે અવસાન થવાનું કારણ જણાવ્યુ ન હતુ.
રોબી કોલટ્રેન 1990ના દાયકાની ડિટેક્ટિવ સીરીઝ ‘ક્રેકર’માં ચાલાક ડિટેક્ટીવ તરીકે પ્રસિદ્ધિ પામ્યા, જેના માટે તેમણે ત્રણ વર્ષ સુધી બ્રિટિશ એકેડેમી ટેલિવિઝન એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ જીત્યો હતો.
તેમણે વર્ષ 2001 અને 2011 ની વચ્ચે રિલીઝ થયેલી હેરી પોટરની તમામ આઠ ફિલ્મોમાં બોય વિઝાર્ડના માર્ગદર્શક એવા જેન્ટલ હાઇ-જાયન્ટ હેગ્રીડની ભૂમિકા ભજવી હતી. અન્ય લોકપ્રિય પાત્રોમાં રશિયન ક્રાઈમ બોસ જેમ્સ બોન્ડની થ્રિલર ‘ગોલ્ડનઆઈ’ અને ‘ધી વર્લ્ડ ઈઝ નોટ ઈનફ’નો સમાવેશ થાય છે.