/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Rocky-Aur-Rani-Ki-Prem-Kahaani-Source-Alia-Bhatt-Instagram-.jpg)
રોકી ઔર રાની કી પ્રેમ કહાની (સોર્સ: આલિયા ભટ્ટ ઇન્સ્ટાગ્રામ)
આલિયા ભટ્ટ એક દમદાર અભિનેત્રી છે તેની એકટિંગ માટે તે ખાસ જાણીતી છે, આ સિવાય તે એક સારી સિંગર પણ છે અને આલિયાએ મંગળવારે તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના ત્રીજા ગીત 'વે કમલ્યા'ના લોન્ચિંગ સમયે તેની સિંગિંગ સ્કિલ દર્શાવી હતી. પ્રેક્ષકોને પણ પ્રભાવિત કર્યા કારણ કે તેણે સહ કલાકાર રણવીર સિંહની મદદથી ઇવેન્ટમાં રેપ પણ કર્યું હતું.
સોંગના લોન્ચિંગ ઈવેન્ટના વાયરલ વીડિયોથી સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. એક ક્લિપમાં, આલિયાએ સેન્ટર સ્ટેજ લીધું અને 'વોટ ઝુમકા'નું રેપ કર્યું હતું. જ્યારે તે મૂંઝાઈ ગઈ, ત્યારે આલિયાનો સાથે રણવીર સિંઘએ આપ્યો અને રેપ કરવાનું શરૂ કર્યું હતું, અને તેના પરફોર્મન્માં તેની ઊર્જા ઉમેરી હતી.
આ પણ વાંચો: Sunny Deol : સની દેઓલ કહે છે કે જ્યારે ગદર રિલીઝ થઈ ત્યારે બૉલીવુડ વિરોધ…
આલિયાની ગાવાની સ્કિલ વધુ પ્રદર્શિત કરવામાં આવી હતી કારણ કે તેણે ફિલ્મના રોમેન્ટિક ટ્રેક 'તુમ ક્યા મિલે'ને ગયું હતું. તેના મધુર અવાજે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ગીત મૂળરૂપે અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે ગાયું છે.
આલિયા અને રણવીરની મિત્રતા સ્પષ્ટ દેખાઈ રહી હતી કારણ કે બંનેએ સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. ક્લિપમાં, જ્યારે રણવીરે 'તુમ ક્યા મિલે' ગાવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આલિયાએ રમતિયાળ રીતે દખલ કરી અને તેને તેમની ફ્લાઇટની યાદ અપાવી હતી. "ફ્લાઇટ હમ મિસ કરને વાલે હૈ (અમે અમારી ફ્લાઇટ ચૂકી જવાના છીએ)" આલિયાએ કટાક્ષ કર્યો હતો, રમતિયાળ રીતે રણવીરને સ્ટેજ પરથી દૂર ખેંચ્યો હતો.
આ પણ વાંચો:Rajesh Khanna : રાજેશ ખન્નાની એક્ટિંગની ઉંચાઈની વાત, આ રીતે બન્યા બોલિવૂડના પહેલા સુપરસ્ટાર
કરણ જોહર દ્વારા દિગ્દર્શિત અને ઇશિતા મોઇત્રા, શશાંક ખેતાન અને સુમિત રોય દ્વારા લખાયેલ, રોકી ઔર રાની કી પ્રેમ કહાની 28 જુલાઈના રોજ થિયેટરોમાં આવશે. આ ફિલ્મમાં પીઢ કલાકારો ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી સહિતની શ્રેષ્ઠ કલાકારો છે .
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us