scorecardresearch

ઓસ્કર એવોર્ડ્સ 2023: RRRનું ગીત Naatu Naatu થયું નોમિનેટ, ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ઓસ્કરની રેસમાંથી બહાર

Oscar Awards 2023: ઓસ્કર 2023નાં ફાઇનલ નોમિનેશન્સની જાહેરાત થઈ, ભારતીય સિનેમા માટે ઘણા ગર્વની વાત છે કે દેશની ત્રણ ફિલ્મો ઓસ્કર જીતવાની દોડમાં આવી છે

દેશની ત્રણ ફિલ્મો ઓસ્કર જીતવાની દોડમાં આવી છે
દેશની ત્રણ ફિલ્મો ઓસ્કર જીતવાની દોડમાં આવી છે

RRR Song Natu Natu Nominated For Oscar 2023: ઓસ્કર ફિલ્મ દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. ઓસ્કર 2023નાં ફાઇનલ નોમિનેશન્સની જાહેરાત થઈ ગઈ છે. એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ના ‘નાટુ નાટુ (Naatu Naatu)’ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.

ઓરિજનલ સોંગ કેટેગરીમાં પાંચ ગીતને નોમિનેટ કર્યા

ઓરિજનલ સોંગ કેટેગરીમાં પાંચ ગીતને નોમિનેટ કર્યા છે. જેમાં એક ગીત ‘RRR’નું નાટુ નાટુ છે. આ ગીતને મ્યૂઝિક એમએમ કીરાવનીએ આપ્યું છે અને લિરિક્સ ચંદ્રબોસે આપ્યા છે. આ પહેલાં ગોલ્ડન ગ્લોબ અવોર્ડમાં પણ નાટુ નાટુ ગીતને બેસ્ટ સોંગનો પુરસ્કાર મળ્યો હતો. જ્યારે ક્રિટિક્સ ચોઇસ અવોર્ડમાં RRRને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ તથા નાટુ નાટુ સોંગને બેસ્ટ સોંગનો અવોર્ડ મળ્યો હતો.

ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી હતી ધૂમ

આરઆરઆરનું ડાયરેક્શન એસએસ રાજામૌલીએ કર્યું છે. આ ફિલ્મમાં રામ ચરણ, જૂનિયર એનટીઆર, આલિયા ભટ્ટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડવા 1200 કરોડથી વધારે કલેક્શન કર્યું હતું.

આ પણ વાંચો – સલમાન ખાનએ ચાહકોને આપી મોટી ખુશખબર

ભારતની આ બે ડોક્યુમેન્ટ્રીને મળ્યું નોમિનેશનમાં સ્થાન

શોનક સેનની ડોક્યુમેન્ટ્રી ફિચર ફિલ્મ ‘ઓલ ધેટ બ્રીડ્સ’ (All That Breathes) ઓસ્કર એવોર્ડ્સ 2023 માટે નોમિનેટ થઇ છે. આ સિવાય ડાયરેક્ટર ગુનીત મોંગાની ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ ’ (The Elephant Whisperers) ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ માટે નોમિનેટ થઇ છે. ભારતીય સિનેમા માટે ઘણા ગર્વની વાત છે કે દેશની ત્રણ ફિલ્મો ઓસ્કર જીતવાની દોડમાં આવી છે.

ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ઓસ્કરની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ

ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ઓસ્કરની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ગુજરાતી ફિલ્મમેકર પાન નલિને ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ફાઇનલ પાંચ નોમિનેશનમાં સ્થાન મેળવી શકી નથી.

Web Title: Rrr song natu natu nominated for oscar 2023 last film show loses out nomination

Best of Express