Sachin Sanghvi Arrested : થામા અને સ્ત્રી 2 ફિલ્મના સંગીતકાર સચિન સંઘવીની ધરપકડ, જાતીય સતામણીનો આરોપ

Sachin Sanghvi Arrested In Sexual Harassment Case : બોલિવુડના પ્રખ્યાત સંગીતકાર સચિન સંઘવી પર એક યુવતીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં પોલીસે સચિન સંઘવીની ધરપકડ કરી છે.

Written by Ajay Saroya
October 24, 2025 19:27 IST
Sachin Sanghvi Arrested : થામા અને સ્ત્રી 2 ફિલ્મના સંગીતકાર સચિન સંઘવીની ધરપકડ, જાતીય સતામણીનો આરોપ
Sachin Sanghvi Case : સચીન સંઘવીની જાતીય સતામણી કેસમાં ધરપકડ થઇ છે. (Photo: sachin sanghvi facebook)

Sachin Sanghvi Arrested In Sexual Harassment Case : પ્રખ્યાત બોલિવુડ ગીતકાર અને સંગીતકાર સચિન જીગર જોડીના સચિન સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. હકીકતમાં તેના પર 19 વર્ષની યુવતીએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે સચિને તેની સાથે યૌન શોષણ કર્યું હતું અને તેની ફરિયાદના આરોપ પર પોલીસે સચિન સંઘવીને કસ્ટડીમાં લીધો હતો. જોકે, પાછળી તેને જામીન મળી ગયા હતા.

સચિન અને જીગરની જોડીએ સ્ત્રી થી લઇ સ્ત્રી 2 અને ભેડિયા ઉપરાંત તાજેતરમાં રિલિઝ થયેલી આયુષ્માન ખુરાનાની હોરર કોમેડી ફિલ્મ ‘થિમા’ માટે પણ સંગીત આપ્યું છે.

સચિન જીગર પર ભૂતકાળમાં જાતીય સતામણીનો આરોપ લાગ્યો હતો, પરંતુ તે સમયે માત્ર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તે સમયે કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો. પોલીસ હજી પણ આ કેસની તપાસ કરી રહી છે, યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને સચિન સંઘવીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સચિન કે તેની ટીમ તરફથી આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ