તાજતેરમાં રિલીઝ થયેલ લવ સ્ટોરી મુવી સૈયારાનો ક્રેઝ દર્શકોમાં વધી રહ્યો છે.ઘણા વર્ષો બાદ દર્શકોને મુવી પસંદ આવી છે, બોક્સ ઓફિસ પર સૈયારાનો જાદુ ચાલી રહ્યો છે, પરંતુ આ માત્ર એક નહિ આ વર્ષે 2025-26 માં બીજી પણ જોરદાર લવ સ્ટોરી આધારિત મુવી રિલીઝ થવાની છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સૈયારા (Saiyaaraa) જેવી ધમાકેદાર લવ સ્ટોરી આધારિત મુવીઝ 2025 અને 2026 માં રિલીઝ થવાની છે જેમાં આ મુવીઝનો સમાવેશ થાય છે, જુઓ લિસ્ટ
પરમ સુંદરી (Param Sundari)
પરમ સુંદરી મુવીમાં જાન્હવી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે જે આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી મુવીઝમાં સામેલ છે, જેમાં 2 અલગ અલગ ક્લચરના લોકોની સ્ટોરી બતાવામાં આવી છે આ મુવી જુલાઈમાં રિલીઝ થવાની હતી પરંતુ રિલીઝ ડેટ સ્થગિત રાખી હવે મુવી ઓગસ્ટ સપ્ટેમ્બર 2025 માં રિલીઝ થવાની શક્યતા છે.
લવ એન્ડ વોર (Love and War)
લવ એન્ડ વોરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બ્રહ્માસ્ત્ર બાદ સાથઈ જોવા મળશે, જો કે મુવી રિલીઝમાં હજુય એક વર્ષ લાગી શકે છે, પરંતુ મુવીની ચર્ચા શરૂ થઇ ગઈ છે, મુવીમાં વિકી કૌશલ પણ હશે!, આ મુવી સંજય લીલા ભણસાલી દ્વારા બનાવામાં આવી છે જે તેની અત્યાર સુધીની સૌથી મોંઘી મુવી હોવાનું કહેવાય છે, લવ એન્ડ વોર 26 માર્ચ 2026 માં રિલીઝ થવા જઈ રહી છે.
ધડક 2 (Dhadak 2)
જાન્હવી કપૂર અને ઈશાન ખટ્ટર ની મુવી ધડકનો બીજો પાર્ટ આવી રહ્યો છે આ વખતે મુવીમાં સિદ્ધાર્થ ચતુર્વેદી અને તૃપ્તિ ડીમરી ની લવ સ્ટોરી જોવા મળશે, મૂવીનું ડાયરેકશન સાજિયા ઇકબાલ દ્વારા કરવામાં આવ્યું છે મુવી 1 ઓગસ્ટ, 2025 માં રિલીઝ થશે.
દે દે પ્યાર દે 2 (De De Pyaar De 2)
અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહ ની મુવી દે દે પ્યાર દે નો બીજો પાર્ટ આવી રહ્યો છે, હાલ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી પરંતુ આ મુવી કદાચ વર્ષના અંતે રિલીઝ થવાની છે, આ વખતે આર માધવન પણ મુવીનો ભાગ છે.
સન્ની સંસ્કારી કી તુલસી કુમારી (Sunny Sanskari Ki Tulsi Kumari)
જાન્હવી કપૂર ફરી એક લવ સ્ટોરીમાં જોવા મળશે જેમાં વરુણ ધવન પણ છે આ મુવી રોમેન્ટિક કોમેડીનો પાર્ટ છે, મુવી 2 ઓક્ટોબર 2025 ના રોજ રિલીઝ થશે, ફિલ્મનું ટ્રેલર કે ટીઝર હજુ સુધી રિલીઝ થયું નથી, પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે મુવી હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા જેવી છે.
તુ મેરી મૈં તેરા, મૈં તેરા તુ મેરી (tu meri main tera main tera tu meri)
કાર્તિક આર્યન અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે આ બન્ને કલાકારો જેમણે એકબીજાને ડેટ કર્યા હોવાનો રિપોર્ટ છે, તેઓ તુ મેરી મૈં તેરા, મૈં તેરા તુ મેરી માં જોવા મળશે, અને આ 2026 માં રિલીઝ થવા જય રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે આ એક રોમેન્ટિક કોમેડી મુવી છે જેનું ડાયરેકશન સમીર વિધ્વસં કરશે.
આશિકી 3 (Aashiqui 3)
આશિકી 3 માં કાર્તિક આર્યન અને શ્રીલીલા સાથે જોવા મળશે, આ મુવી રોમેંટિક કોમેડી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુવી દિવાળી 2025 માં રિલીઝ થવાની છે,
તેરે ઇશ્ક મેં (Tere Ishk Mein)
તેરે ઇશ્ક મેં મુવીમાં કૃતિ સેનન અને ધનુષ સાથે જોવા મળે છે, બન્નેની એક રોમેન્ટિક ફિલ્મ આવી રહી છે જેનું નિર્દેશન આનંદ એલ.રાય કરી રહ્યા છે, કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ રાંઝણા ની સિક્વલ છે અને આ ફિલ્મ આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થશે.
આવારાપન 2 (Awarapan 2)
આવારાપન 2 મુવી વર્ષ 2007 ની આવારાપન ની આગામી સિક્વલ છે, જેમાં ઇમરાન હાશ્મી અભિનીત છે, અને તે 3 એપ્રિલ, 2026 ના રોજ રિલીઝ થવાની છે.આ ફિલ્મનું નિર્દેશન નીતિન કક્કર દ્વારા કરવામાં આવ્યું છે અને વિશેષ ભટ્ટ દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે.
હે જવાની તો ઇશ્ક હોના હે (hai jawani to ishq hona hai)
હે જવાની તો ઇશ્ક હોના હે મુવીમાં વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકાઓ છે, આ ફિલ્મ 10 એપ્રિલ, 2026 આ ફિલ્મ ડેવિડ ધવન દ્વારા અને રમેશ રીતેની દ્વારા બનાવવામાં આવી છે.





