Saiyaara movie: મોહિત સૂરી દિગ્દર્શિત ફિલ્મ ‘સૈયારા’ 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેમાં દર્શકોને કોઈ મોટો સ્ટાર નહીં પણ એક નવી જોડી જોવા મળી છે, જે અહાન પાંડે અને અનિત પડ્ડાની હતી. આ જોડી આવતાની સાથે જ લોકોના દિલ પર રાજ કરી ગઈ છે. આ અહાનની ડેબ્યૂ ફિલ્મ છે, જ્યારે અનિતે અગાઉ એક વેબ સિરીઝમાં સાઈડ રોલ અને કાજોલ સાથે એક ફિલ્મમાં કામ કર્યું હતું.
ફિલ્મની વાર્તા, સ્ટાર્સનો અભિનય લોકોને એ હદે ગમ્યો છે કે ફિલ્મ જોવા ગયેલા તમામ દર્શકો હવે તેમના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં કેટલાક દર્શકો રડતા જોવા મળે છે, જ્યારે કેટલાક નાચતા જોવા મળે છે. હવે આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ હાથમાં IV ડ્રિપ લગાવેલી હાલતમાં ફિલ્મ જોવા પહોંચ્યો હતો.
IV ડ્રીપ સાથે ફિલ્મ જોઈ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ થિયેટરમાં બેસીને ફિલ્મનો આનંદ માણતો જોવા મળે છે, જ્યારે તેના હાથમાં ડ્રીપ છે. અહાન પાંડેની ફિલ્મ જોતી વખતે તે વ્યક્તિ ઘણી વખત ભાવુક પણ થઈ જાય છે. તેની આંખોમાં આંસુ સ્પષ્ટ દેખાય છે. IV ડ્રીપ સાથેનો આ વીડિયો તેની આસપાસ બેઠેલા લોકોએ બનાવ્યો છે, જે હવે વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.
‘સૈયારા’એ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા
મોહિત સૂરીએ ‘સૈયારા’ એવા સમયે રિલીઝ કરી છે જ્યારે થિયેટરોમાં એક્શન-થ્રિલર અથવા હોરર ફિલ્મોનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે. તેમણે પોતાની ફિલ્મનું કોઈ ખાસ પ્રમોશન કર્યું નથી. આવામાં એવું લાગતું ન હતું કે આ ફિલ્મ આ રીતે લોકોના હૃદયમાં સ્થાન બનાવશે. જોકે હવે તેની સફળતાએ સાબિત કર્યું છે કે આજે પણ લોકો રોમેન્ટિક ફિલ્મોને પસંદ કરે છે.
આ પણ વાંચો: ઉર્ફી જાવેદે ઓન કેમેરા હોઠ પર લગાવ્યા ઇન્જેક્શન, થોડીવાર પછી ચહેરાની હાલત થઈ ગઈ ખરાબ
‘સૈયારા’ એ ત્રણ દિવસમાં આટલા કરોડની કમાણી કરી
અહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ રિલીઝ થયાને ત્રણ દિવસ થઈ ગયા છે અને આ ત્રણ દિવસમાં ફિલ્મે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. બીજી તરફ જો આપણે તેના કલેક્શન વિશે વાત કરીએ તો સકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે 83.25 કરોડનો વ્યવસાય કર્યો છે.