બોલિવૂડનો જાણીતો અને ફેમસ ચહેરો સાજીદ ખાને તાજેતરમાં ટીવીના પોપ્યુલર શો બિગ બોસની 16મી સિઝનમાં એન્ટ્રી કરી છે. ત્યારે સાજીદ ખાનની એન્ટ્રીને લઇ ઘણી ફિલ્મ હસ્તીઓએ વિરોધ કર્યો છે. મી ટૂ કેમ્પેઈનમાં નામ આવવાથી લોકો બિગ બોસમાં સાજીદ ખાનની એન્ટ્રીને લઇ હંગામો મચાવી રહ્યાં છે.
એક્ટ્રેસ રિયાલિટી શોની નવી સિઝનમાં સાજીદ ખાનને પ્રતિયોગીના રૂપમાં જોઇ નિરાશ થઇ છે. એક્ટ્રેસ મંદાનાએ જણાવ્યું હતું કે, બોલિવૂડમાં મહિલાઓ માટે કોઇ સમ્માન નથી. જેને પગલે મેં બોલિવૂડ છોડવાનો નિર્ણય કર્યો હતો.
તાજેતરમાં ઇટામ્સના ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ જણાવ્યું હતુ કે, હું બિગ બોસમાં સાજીદ ખાનની એન્ટ્રીથી હેરાન નહીં પણ દુઃખી છું. ખરેખર તો આ જ કારણ છે કે મેં છેલ્લા 7 મહિનાથી બોલિવૂડમાં કામ નથી કર્યું અને હું જ્યાં મહિલાઓનું સન્માન ના હોય ત્યાં કામ કરવા પણ નથી ઇચ્છતી. આજકાલ લોકો પૈસા માટે કંઇ પણ કરવા તૈયાર થઇ જાય છે.
અભિનેત્રી મંદાનાએ વધુમાં જણાવ્યું હતુ કે, ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે જ્યાં કોઇ કોઇની માં, બોયફ્રેન્ડ તથા ગર્લફ્રેન્ડ કે પછી પતિ છે. આ બાબત એકબીજાના મતલબ સાથે જોડાયેલી છે. ત્યારે એક સ્ત્રી માટે આ બધુ સરળ નથી. મારે એ સમજવું જરૂરી છે કે મને કંઇ વસ્તુથી ખુશી મળે છે. કારણ કે કોઇ પણ વસ્તુ પર સમજૂતી કરવા માટે લાઇફ ખૂબ નાની લાગે છે. દુનિયામાં એવા ઘણા લોકો હશે જે એવું વિચારીને જતુ કરે છે કે પુરૂષના બોલવાથી કોઇ ફર્ક પડતો નથી. તેમજ તેની આસપાસ થયેલી ગતિવિધિઓને ચર્ચા કરવાનું ટાળે છે. આજના સમયની આ એક મોટી સમસ્યા છે. જોઇએ કે મારી જીંદગી મને ક્યાં લઇ જાય છે.
તો આ તરફ બોલિવૂડ એક્ટ્રેસ શર્લિન ચોપડાએ ટ્વિટ કર્યું હતુ કે, જો સાજીદ ખાને ક્યારેય કોઇ છોકરી સાથે શારીરિક અડપલાં કર્યા હોત તો શું સલમાન ખાન સર ક્યારેય આવી વ્યક્તિને બિગ બોસના ધરમાં એન્ટ્રી આપત? એ મહિલાઓની પીડા અને દુઃખનું શું જે તેણે સાજીદ સાથે ભયનાક અને સ્તબ્ધ કરનારા અનુભવ શેર કરવાનું સાહસ કર્યું છે.