/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/sajidkhan-1200.jpg)
સાજીક ખાને બિગ બોસમાં કર્યો ખુલાસો
બોલિવૂડના ફેમસ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સાજીદ ખાન માટે આજનો દિવસ ખાસ છે. આજે બુધવારે સાજીદ ખાન તેનો 52મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. સાજીદ ખાને સલમાન ખાનનો મોસ્ટ પોપ્યુલર શો બિગ બોસમાં એન્ટ્રી કરી ત્યારથી તે વિવાદોમાં ઘેરાયા છે. લોકો સાજીદ ખાનની બિગ બોસમાં એન્ટ્રીને લઇ ભારે વિરોધ કરી રહ્યા છે. આ સાથે સાજીદ ખાન પર મીટૂ જેવા ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
સાજીદ ખાનના અંગત જીવન વિશે વાત કરીએ તો તે નિર્દેશકની સાથે અભિનેતા, કોમેડિયન અને એન્કર પણ છે. સાજીદ ખાનનો જન્મ 23 નવેમ્બર 1971માં મુંબઇમાં થયો હતો. સાજીદ ખાનના સંધર્ષ પર નજર કરીએ તો તેનું જીવન સંધર્ષથી ભરેલું છે. 6 વર્ષની ઉંમરમાં સાજીદ ખાનના માતા-પિતા અલગ થતા તેને મોટો આઘત લાગ્યો હતો. ત્યારબાદ બીજો મોટો આઘાત સાજીદ જ્યારે 14 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અકાળે મૃત્યું થવાથી લાગ્યો હતો. પિતાના અવસાન સમયે સાજીદ ખાન પાસે માત્ર 30 રૂપિયા જ હતા.જે બાદ ફિલ્મમેકરે 300 રૂપિયા માટે 15 વર્ષની ઉંમરે ડાંસ બારમાં ડાંસ કરવાનું શરૂ કર્યુ હતુ. જે અંગે તાજેતરમાં સાજીદ ખાને બિગ બોસમાં ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા શણગારશે તેનું ન્યૂ હોમ, ક્રિકેટર આટલી સંપત્તિનો માલિક
સાજીદ ખાનનું બાળપણ ગરીબી અને મુશ્કેલભર્યા હાલતમાં પસાર થયું છે.જેને પગલે સાજીદ ખાન 10 વર્ષની ઉંમરમાં ક્રાઇમ તરફ આગળ વધ્યો હતો.તેને ચોલના બાળકોની ગેંગ સાથે મળીને ચોરી કરવાની કુટેવ પડી ગઇ હતી. આ સાથે સાજીદ ખાને જણાવ્યું હતુ કે, એકવાર તેને કઝિન ફરહાન અખતરના ધરેથી સૂઝ અને નિકોનનો કેમેરો ચોરી કર્યો હતો. જોકે ચોરી કરતા પકડાઇ જવાથી સ્વીકારી લીધું હતું. ત્યારબાદ પરિજનો સાજીદ ખાનને પોલીસ મથકે લઇ ગયા હતા. તમને જણાવી દઇએ તે સાજીદ ખાન અભ્યાસમાં નબળો હતો. ધો.10માં તે ત્રણવાર નાપાસ થયો છે. જોકે તેને હાર માન્યા ડાયેરેક્ટર બનાવાનું સપનું હકીકતમાં ફેરવ્યું.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us