Salaar Box Office Collection Day 4 : પ્રભાસ સ્ટારર ‘સાલાર’ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. 22 ડિસેમ્બરે પાંચ ભાષાઓમાં રિલીઝ થયેલી ફિલ્મે ઓપનિંગ ડેએ જ લગભગ 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે ફિલ્મનું ચોથા દિવસનું કલેક્શન સામે આવી ગયું છે.
ચોથા દિવસે પણ ફિલ્મનું કલેક્શન સારું રહ્યું. આ ફિલ્મે કુલ 45.77 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જેમાં ફિલ્મે તમિલ બેલ્ટમાંથી 27.01 કરોડ, મલયાલમમાંથી 1.3 કરોડ, તમિલમાંથી 2.1 કરોડ, કન્નડમાંથી 0.86 કરોડ, હિન્દીમાંથી 14.5 કરોડની કમાણી કરી હતી. પ્રારંભિક આંકડાઓ અનુસાર, ફિલ્મે પાંચમા દિવસે અત્યાર સુધીમાં 0.67 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ફિલ્મે પ્રથમ દિવસે કુલ 90.7 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જેમાંથી સૌથી વધુ બિઝનેસ તેલુગુ બેલ્ટમાંથી આવ્યો હતો. આ ફિલ્મે તેલુગુમાં રૂ. 66.75 કરોડ, મલયાલમમાં રૂ. 3.55 કરોડ, તમિલમાં રૂ. 3.75 કરોડ, કન્નડમાં રૂ. 0.9 કરોડ અને હિન્દીમાં રૂ. 15.75 કરોડનો બિઝનેસ કર્યો હતો.
બીજા દિવસે ફિલ્મે કુલ 56.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જેમાંથી તેણે તેલુગુમાં રૂ. 34.25 કરોડ, મલયાલમમાં રૂ. 1.75 કરોડ, તમિલમાં રૂ. 3.05 કરોડ, કન્નડમાં રૂ. 0.95 કરોડ અને હિન્દીમાં રૂ. 16.35 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્રીજા દિવસે ફિલ્મે 62.05 કરોડનો બિઝનેસ કર્યો હતો. જેમાંથી તેલુગુમાં 35 કરોડ રૂપિયા, મલયાલમમાં 1.55 કરોડ રૂપિયા, તમિલમાં 3.2 કરોડ રૂપિયા, કન્નડમાં 1.2 કરોડ રૂપિયા અને હિન્દીમાં 21.1 કરોડ રૂપિયાનો બિઝનેસ હતો.





