scorecardresearch

સલીમ ખાને હેલેન સાથેના તેના બીજા લગ્નને ગણાવ્યો અકસ્માત, પહેલી પત્ની સલમા ખાન ડિપ્રેશનનો શિકાર

Salim khan birthday: સલીમ ખાન (Salim khan) અને સલમાએ એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા સલમાનું નામ સુશીલા ચરક હતું અને બાદમાં તેણે પોતાનું નામ બદલી નાખ્યું હતું. સલીમ ખાનના (Salma khan) બીજા લગ્નથી તેમના બાળકો પણ નારાજ હતા.

સલીમ ખાને હેલેન સાથેના તેના બીજા લગ્નને ગણાવ્યો અકસ્માત, પહેલી પત્ની સલમા ખાન ડિપ્રેશનનો શિકાર
સલમાન ખાન તેના પિતાથી નારાજ

અભિનેતા, દિગ્દર્શક અને ફિલ્મ લેખક સલીમ ખાન આજે 24 નવેમ્બરે તેમનો 87મો જન્મદિવસ (Salim khan birthday) ઉજવી રહ્યા છે. સલીમ ખાનનું અંગત જીવન તેમની ફિલ્મો ‘શોલે’, ‘જંજીર’ અને ‘મિસ્ટર ઈન્ડિયા’ની સ્ક્રિપ્ટ જેટલું જટીલ રહ્યું છે.

સલીમ ખાનના બીજા લગ્ન

જાવેદ અખ્તર સાથે ગાઢ મિત્રતા પછી અચાનક છૂટા પડવાની વાત હોય કે પછી હેલન સાથે તેના બીજા લગ્ન. વર્ષ 1980માં જ્યારે સલીમ ખાને હેલેન (salim khan-helen marriage) સાથે લગ્ન કર્યા ત્યારે તેઓ પહેલેથી જ પરિણીત હતા અને તે 4 બાળકોના પિતા હતા.

સલામ ખાનને મોટો આઘાત

સલીમ ખાને હેલન સાથે બીજા લગ્ન કરવાના કારણે તેની પહેલી પત્ની સલમા ખાનને મોટો આઘાત લાગ્યો હતો. સલમા ખા ડિપ્રેશનનો શિકાર થઇ ગઇ હતી. જે અંગે સલમા ખાને પોતે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો.

પાંચ વર્ષ ડેટ કર્યા બાદ લગ્ન

મહત્વનું છે કે, સલીમ ખાન અને સલમાએ એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા સલમાનું નામ સુશીલા ચરક હતું અને બાદમાં તેણે પોતાનું નામ બદલી નાખ્યું હતું. સલીમ ખાનના બીજા લગ્નથી તેમના બાળકો પણ નારાજ હતા. સલમાન, અરબાઝ અને સોહેલે હેલેન સાથે બિલકુલ વાતચીત ન કરતા હતા. બીજા લગ્ન બાદ જ્યારે સલીમ ખાન મોડી રાત્રે ઘરે પરત ફરતા તો તે સલમાન પણ બિલકુલ પસંદ ન હતું. સલમાન ખાન ખુબ જ ગુસ્સે થઇ જતો હતો.

બીજા લગ્ન સુંદર અકસ્માત

સલીમ ખાને હેલન સાથેના તેના બીજા લગ્નને એક સુંદર અકસ્માત ગણાવ્યો હતો. DNAને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,’મારી બે પત્નીઓ છે અને બંને શાંતિથી જીવનની મોજ માણી રહી છે. બંને સુંદર છે.આ સાથે સલીમ ખાને જણાવ્યું હતું કે, હું માનું છું કે બે વાર પ્રેમ થવો એ એક સુંદર અકસ્માત હતો. ઉલ્લેખનીય છે કે, જેમ જેમ સમય વીતવા લાગ્યો તેમ તેમ સલમા અને તેના બાળકોએ પણ હેલનને સ્વીકારી લીધી હતી.

સલીમ ખાન અને હેલનને કોઈ સંતાન નથી. તેણે અર્પિતા ખાનને દત્તક લીધી છે. વર્ષ 2014માં અર્પિતાએ આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે. તે સમયે અર્પિતા અને આયુષના લગ્નમાં ઘણી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.

Web Title: Salim khan birthday life story movies photos instagram

Best of Express