/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/doctor-2023-06-16T114144.469.jpg)
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના બ્રેક અપનું આ છે કારણ?
બોલિવૂડ એક્ટર સલમાન ખાન તેની ફિલ્મોથી વધારે લવ લાઇફને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સલમાન ખાનનું નામ અત્યાર સુધીમાં ઘણી હિરોઇનો સાથે ચર્ચામાં આવ્યું છે. ખાસ કરીને ઐશ્વર્યા રાય સાથે સલમાન ખાનના સંબંધો સૌથી વધુ લાઇમલાઇટમાં રહ્યા. ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની પ્રેમ કહાનીના કિસ્સાઓ આજે પણ મશહૂર છે. જો કે એવું કહેવાય છે કે સલમાન ખાન પોતે જ તેની પ્રેમ કહાનીનો વિલેન બની ગયો હતો. સલમાન ખાન ઐશ્વર્યા રાયને અપાર પ્રેમ કરતો હતો. પરંતુ એવું તો શું થયું કે બંને અલગ થઇ ગયા?
સલમાન ખાન અને એશ્વર્યા રાયના સંબંધનો અંત ખુબ જ ખરાબ હાલતમાં થયો હતો. બ્રેકઅપ બાદ તેઓએ ન તો ક્યારેય સાથે કામ કર્યું ન તો સાથે જોવા મળ્યા. એવું તો શું થયું બંને વચ્ચે કે તેમના સંબંધો આટલા ખરાબ રહ્યા? મહત્વનું છે કે, ઐશ્વર્યા રાયે સલમાન ખાન પર શોષણથી લઇને મારપીટનો આરોપ લગાવ્યા હતો. જો કે આ આરોપોને સલમાન ખાને નકારી કાઢતા એક ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યાનું નામ લીધા વિના કહ્યું હતુ કે, જો તેઓ મારતો હોત તે બચેત નહીં.
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય સુપરહિટ હમ દિલ દે ચુકે સનમના શૂટિંગ દરમિયાન એકબીજાની નિકટ આવ્યા હતા. આ પછી તે બંને વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ થયું હતું. બંને બે વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતા. મીડિયા અહેવાલ અનુસાર, સલમાન ખાનનો એક મિત્ર એશ્વર્યા રાયને ભાભીને કહીને બોલાવા લાગ્યો હતો. જો કે મેગેઝીનમાં છપાયેલા સમાચારો પ્રમાણે ઐશ્વર્યા રાયના માતા-પિતાને સલમાન ખાન બિલકુલ પસંદ ન હતા અને તેમના સંબંધોને લઇને ખુશ ન હતા. જેને પગલે ઐશ્વર્યા રાયના માતા-પિતાએ તેને સલમાન ખાનથી દુર રહેવા કહ્યું હતું, પરંતુ એશ્વર્યા તે મંજૂર ન હતુ અને તે નારાજ થઇને મુંબઇ રવાના થઇ ગઇ. ત્યાં તે એકલી રહેવા લાગી હતી.
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી સારી રીતે ચાલી રહી હતી, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે બંને વચ્ચે બધુ ખરાબ થઇ ગયું. વર્ષ 2001માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું અને તેમના રસ્તા કાયમ માટે જુદાં થઇ ગયા.
મીડિયા અહેવાલ પ્રમાણે, સલમાન ખાન એક રાતે અચાનક નશામાં ધૂત થઇને ઐશ્વર્યા રાયના ઘરે પહોંચી ગયો હતો. સલમાન ખાનની આવી હાલત જોઇને ઐશ્વર્યા રાય ડરી ગઇ. તેથી તેને દરવાજો ન ખોલ્યો. જેને પગલે સલમાન ખાને 19મા માળેથી છલાંગ મારવાની ધમકી આપી હતી અને રાત્રે 3 વાગ્યા સુધી ઐશ્વર્યા રાયના ઘરનો દરવાજો જોરથી પીટતો રહ્યો. તેથી તેના હાથમાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઐશ્વર્યા રાયે સવારે 6 વાગ્યે ઘરનો દરવાજો ખોલ્યો.
એવું કહેવાય છે કે, સલમાન ખાન ઐશ્વર્યા રાય સંગ લગ્ન કરવા માંગતો હતો, તેથી તેઓ એશ્વર્યા પાસેથી વચન માંગતો હતો, પણ ઐશ્વર્યા રાય આટલી જલ્દી લગ્ન કરવા માગતી ન હતો. આ વાત વઘુ ખરાબ ત્યારે થઇ જ્યારે સલમાન ખાન તેની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી સાથે અમેરિકા ચાલ્યો ગયો. આ પછી સલમાન અને એશ્વર્યા રાય હંમેશા હંમેશા માટે અલગ થઇ ગયા.
ઐશ્વર્યા રાયે વર્ષ 2022માં ઇટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, બ્રેક પછી સલમાન ખાન મને કોલ કરીને મને ખુબ ખરાબ બોલતો હતો. તે મારા પર શંકા કરતો હતો કે મારું કો સ્ટાર સાથે અફેર ચાલે છે. અભિષેક બચ્ચનથી લઇને શાહરૂખ ખાન સાથે મારૂં નામ જોડ્યું. ઘણી વાર તો એવું પણ થયું, જ્યારે સલમાન ખાન મારી સાથે શારીરિક થયો અને મારા પર હાથ ઉપાડ્યો. પરંતુ મારા શરીર પર કોઇ નિશાન ન રહ્યા હતા. હું કામ પર એ રીતે જતી જાણે કશું થયું નથી.
અહેવાલોનું માનીએ તો સલમાન ખાને ઐશ્વર્યાની ફિલ્મ કુછ ન કહોના સેટ પર ખુબ બબાલ મચાવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અભિષેક બચ્ચને કામ કર્યું હતું. દાવો કરાયો હતો કે ફિલ્મના સેટ પર જઈને સલમાન ખાને ઐશ્વર્યાની કારને ટક્કર મારી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us