બોલિવૂડનો ચમકતો સિતારો સલમાન ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કોઇને કોઇને કારણથી લોકમુખે તેના વિશે ચર્ચા થતી જ રહેતી હોય છે. ત્યારે આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મો અને તેના રિયાલિટી શો ‘બિગ બોસ 16’ માટે સતત લાઈમલાઈટ એકઠી કરી રહ્યો છે. જેને પગલે સલમાન ખાનની વિશ્વભરમાં ઘણી ફેન ફોલોઇંગ છે. ભારતની મહિલા બોક્સર તરીકે પ્રખ્યાત નિખત ઝરીન પણ સલમાન ખાનની મોટી પ્રશંસક છે.
નિખત ઝરીન જેટલો તેની બોક્સિંગને પ્રેમ કરે છે તેટલો પ્રેમ સલમાન ખાનને પણ કરે છે. નિખત ઝરીન સલમાન ખાનની એટલી મોટી ફેન છે કે તેણે એક ઇન્ટરવ્યૂમાં અભિનેતાને પોતાની જીંદગી કહ્યો છે. આ સાથે મહિલા બોક્સર નિખતે જણાવ્યું હતું કે સલમાન ખાન સાથે એકવાર મુલાકાત કરવી તેનું મોટું સપનું છે.
ત્યારે નિખત ઝરીનનું આ સપનું પૂરું થઇ ગયું છે. નિખત અને સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિએ વાયરલ થયો છે.
આ વીડિયો નિખત ઝરીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે સલમાન સાથે તેમની ફિલ્મ ‘લવ’ના ગીત ‘સાથિયા તૂને ક્યા કિયા’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
આ સાથે વીડિયોમાં સલમાન ખાન સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળે છે. જ્યારે નિખત ઝરીન બ્લુ એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ વિડીયો શેર કરતા નિખાતે લખ્યું છે કે આખરે રાહ પૂરી થઈ.
આ પણ વાંચો: શું દીયા ઔર બાતી ફેમ એક્ટ્રેસ કનિષ્કા સોની છે સેલ્ફ પ્રેંગન્ટ? અભિનેત્રીએ કહ્યું…
ઉલ્લેખનીય છે કે, નિખત ઝરીને ફ્લાયવેટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ દરમિયાન સલમાન ખાને તેને અભિનંદન પાઠવ્યા હતા. જેના પર ઝરીને કહ્યું કે ‘હું સલમાન ખાનની મોટી ફેન છું. આ મારા પ્રિય સપનામાંનું એક છે જે આખરે સાકાર થયું છે. મને વિશ્વાસ ન હતો કે સલમાન ખાન મારા માટે ટ્વીટ કરશે. હું ખૂબ આભારી છું. મારી જીતને વધુ ખાસ બનાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મહત્વનું છે કે નિખત ઝરીન વર્ષ 2024 પેરિસ ઓલિમ્પિક સુધી 50 કિગ્રા વજન વર્ગમાં પોતાનો પડકાર રજૂ કરશે.