મીડિયા રિપોર્ટ્સમાં એક ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે. જે સાંભળીને સલમાન (Salman Khan) ના ફેન્સને મોટો આંચકો લાગી શકે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાન ફિલ્મોમાંથી બ્રેક લેવાનો છે. જેનો અર્થ છે કે સલમાન થોડા સમય માટે ફિલ્મોમાં કામ નહીં કરે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ફિલ્મો કરશે પરંતુ તે આમિર ખાનની જેમ થોડો સમય બ્રેક લેશે.
એક રિપોર્ટ અનુસાર, સલમાન ફિલ્મોમાં કામ નહીં કરે,જેના કારણે હાલ ઘણી ફિલ્મો બંધ થઈ જશે. જોકે, આ મામલે સલમાન તરફથી કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ના ચાલ્યા બાદ સલમાને આ નિર્ણય લીધો છે. સલમાન હવે આવનારી તમામ ફિલ્મો ખૂબ જ ધ્યાનથી કરવા માંગે છે.
સલમાન ખાનની ફિલ્મ જય હો પછી આ તેની બીજી ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી છે. જે બાદ સલમાનને એક વાતનો અહેસાસ થયો છે કે સલમાનના નામ પર લોકો થિયેટરમાં આવી શકે છે, પરંતુ જો ફિલ્મની સ્ટોરી સારી ન હોય તો તે હિટ ન બની શકે.
આ પણ વાંચો: જિયા ખાનના મોત સમયે મળેલી સુસાઈડ નોટ તેની માતાએ જ લખી હતી: સૂરજ પંચોલી
કિસી કા ભાઈ કિસી કી જાન પછી સલમાનના આગામી પ્રોજેક્ટ્સમાં ‘ટાઈગર 3’ અને ‘પઠાણ વર્સેસ ટાઈગર’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે, પરંતુ સલમાનના નિર્ણય પછી આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ક્યારે ટકરાશે તે કોઈને ખબર નથી.