બોલિવૂડનો ‘દબંગ’ સલમાન ખાન (Salman Khan) સંબંધિત મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી મળી રહેલી નિરંતર ધમકીઓ વચ્ચે સલમાન ખાને એક નવી બુલેટપ્રુફ કાર (BulletProof Car) ખરીદી હોવાની માહિતી છે. સલમાન ખાને નિસાન પેટ્રોલ એસયુવી ખરીદી છે. જે ભારતમાં પ્રાપ્ય નથી. તેથી દબંગ ખાને બુલેટપ્રુફ કાર આંતરરાષ્ટ્રીય બજારમાંથી પ્રાઇવેટલી ઇમ્પોર્ટ કરી હશે તેવો અંદાજ છે.
કારની આટલી વિશેષતા
નિસાન પેટ્રોલની ખાસિયત એ છે કે, તે સૌથી મોટી એસયુવી છે અને તે સાઉથ-ઇસ્ટ એશિયન માર્કેટમાં પોપ્યુલર કાર પૈકી એક છે. બુલેટપ્રૂફિંગના મામલે પણ એસયુવીને સૌથી સિક્યોર કારમાંથી એક માનવામાં આવે છે. આ વિશેષતાઓને પગલે આ કારની કિંમત અંદાજે કરોડોમાં હશે. એક્ટર આ અઠવાડિયે મુંબઈમાં તેની પર્સનલ સિક્યુરિટી અને સ્થાનિક પોલીસ સાથે તેના આ નવા વ્હીકલમાં ટ્રાવેલિંગ કરતો જોવા મળ્યો હતો.
સલમાન ખાન પાસે આ પહેલી SUV કાર નથી
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના કાર કલેક્શનમાં આ પહેલી બુલેટપ્રૂફ SUV કાર નથી. ગત વર્ષે તેણે તેની ટોયોટા લેન્ડ ક્રૂઝર એસયુવીને બુલેટપ્રૂફ ગ્લાસમાં કન્ટવર્ટ કરી હતી. સલમાનની માલિકીની ટોયોટા લેન્ડ ક્રૂઝર એસયુવી એ લેટેસ્ટ જનરેશનનું મોડલ નથી. તેની પાસે આ બે બુલેટપ્રૂફ એસયુવી સિવાય મર્સિડિઝ બેન્ઝ એસ-ક્લાસ, લેક્સસ એલએક્સ 470, ઓડી A8, પોર્શ કાઈન, રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી, ઓડી આરએસ 7, મર્સિડીઝ AMG GLE 63 S અને મર્સિડીઝ બેન્ઝ જીએલ-ગ્લાસ પણ છે.
પિતા-પુત્રને ધમકીભર્યો પત્ર મળ્યો
ગત વર્ષે પિતા સલીમ ખાન અને સલમાનને કુખ્યાત ગેંગ દ્વારા ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો. જેમાં તેઓ બંનેની હાલત પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા જેવી કરવામાં આવશે તેવો ઉલ્લેખ હતો.આ પછી એક્ટરના ઘર બહાર તાત્કાલિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તદ્ઉપરાંત તેને ગનનું લાધઈસન્સ પણ આપવામાં આવ્યું હતું.
ધમકીથી ભયભીત થયા વિના કામમાં વ્યસ્ત
હાલ સલમાન ખાન ધમકીથી ન ડર્યો હોય તેમ તે તેના કામમાં વ્યસ્ત થઇ ગયો છે. અભિનેતાના વર્ક ફ્રંટ વિશે વાત કરીએ તો એક્ટરની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની રિલીઝની રાહ જોવાઈ રહી છે, જે 21 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય તેની પાસે કબીર ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ છે, જેમાં વધુ એકવાર કેટરીના કૈફ સાથે તે સ્ક્રીન શેર કરતો દેખાશે. છેલ્લે દબંગ ખાન શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં કેમિયો કરતો જોવા મળ્યો હતો.