Salman Khan | બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) ને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે અજાણ્યા ફોન કરનારે કરોડો રૂપિયાની પણ માંગ કરી હતી. મુંબઈ ટ્રાફિક પોલીસને મેસેજ મળ્યો હતો, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો પેમેન્ટ નહીં કરવામાં આવે તો અભિનેતાનું મૃત્યુ થઈ જશે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા સિદ્દીકી અને સલમાનને ધમકી આપનાર વ્યક્તિની નોઈડાથી ધરપકડ કરવામાં આવી હતી.
સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી (Salman Khan Death Threat)
આ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. 18 ઓક્ટોબરે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેમાં આરોપીઓએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.
આ પણ વાંચો: Arjun Kapoor | મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપ બાદ અર્જુન કપૂરે જાહેર કર્યું કે તે સિંગલ છે, જુઓ વિડીયો
જ્યારે મુંબઈ પોલીસે તપાસ કરી ત્યારે તેઓએ જમશેદપુરના એક શાકભાજી વેચનારની ધરપકડ કરી જે સ્માર્ટ બનવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રારંભિક ધમકીભર્યા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો સલમાન ખંડણીની રકમ નહીં ચૂકવે તો તેનો જીવ જોખમમાં છે.
આ પણ વાંચો: અક્ષય કુમારની દરિયાદિલી, અયોધ્યાના વાનરો માટે દાન કર્યા 1 કરોડ રુપિયા
2022માં પણ અભિનેતાને તેના ઘરની નજીકની બેંચ પર ધમકીભર્યો પત્ર મળ્યો હતો. માર્ચ 2023માં સલમાનને કથિત રીતે ગોલ્ડી બ્રાર દ્વારા મોકલવામાં આવેલ ઈમેલ પણ મળ્યો હતો. 2024 માં, બે અજાણ્યા લોકોએ નકલી ઓળખનો ઉપયોગ કરીને પેનવેલમાં ભાઈજાનના ફાર્મહાઉસમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. આ સિવાય તેમના ઘરની બહાર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.





