શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી (Palak Tiwari) સલમાન ખાન (Salman Khan) ની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’થી અભિનયની દુનિયામાં પગ મૂકી રહી છે. તાજેતરમાં પલક તિવારીએ સલમાન ખાન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો છે. પલક તિવારીએ જણાવ્યું હતું કે, સલમાને સેટ પર છોકરીઓ માટે કપડા પહેરવાની ગાઈડલાઈન બનાવી હતી. તેમને ડીપ નેકલાઈન પહેરવાની મનાઈ હતી. પલકે આનું કારણ પણ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જેને કારણે તે જોરશોરથી ચર્ચામાં છે. જો કે પલક તિવારી હંમેશા પોતાના હોટ લૂક અને આકર્ષક સ્ટાઇલને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.
સિદ્ધાર્થ કનનના શો પર પલકે જણાવ્યું કે, ‘અંતિમ’ના સેટ પર છોકરીઓના કપડા પહેરવા પર એક નિયમ હતો. પલકે જણાવ્યું કે, જ્યારે હું સલમાન સર સાથે અંતિમ માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતી ત્યારે મને નથી લાગતું કે, ઘણા લોકો આ વાત જાણે છે. પરંતુ સલમાન સરનો નિયમ હતો કે, કોઈ પણ છોકરીની નેકલાઈન લો ન હોવી જોઈએ. બધી છોકરીઓ સારી છોકરીઓની જેમ સંપૂર્ણ ઢંકાયેલી હોવી જોઈએ.
પલકે વધુમાં જણાવ્યું કે, જ્યારે મારી મમ્મીએ મને પ્રોપર શર્ટ-જોગર્સમાં પૂરી કવર્ડ જોઈ તો તેમણે પૂછ્યું કે, ક્યાં જાય છે? આટલા વ્યસ્થિત રીતે કપડા પહેરીને? પછી મેં જણાવ્યું કે, સલમાન સરના સેટ પર. ત્યારે તેમણે કહ્યું વાહ, ગુડ.
પલકને પૂછવામાં આવ્યું કે, સલમાનના સેટ પર આવા નિયમો કેમ છે? આના પર તેણે જવાબ આપ્યો કે તેઓ એક ટ્રેડિશનલિસ્ટ છે. અલબત્ત તેઓ બોલતા હતા કે, તમે જે ઈચ્છો તે પહેરો પરંતુ તેમનું એવું માનવુ હતું કે મારી છોકરીઓ હંમેશા સુરક્ષિત રહેવી જોઈએ. જો આજુબાજુ એવા માણસો હોય કે જેમને તે અંગત રીતે નથી જાણતી. આ તેમની પર્સનલ જગ્યા તો હતી નહીં કે, તે બધા પર વિશ્વાસ કરી શકે. તેમનું એવું માનવુ છે કે, છોકરીઓ હંમેશા સેફ રહેવી જોઈએ.
સલમાન ખાન સ્ટારર ફિલ્મમાં સાઉથની સુપરસ્ટાર પૂજા હેગડે અભિનેતા સાથે જોરદાર રોમાન્સ કરી રહી છે. આ સાથે આ ફિલ્મમાં પલક તિવારી, શહેનાઝ ગિલ, ફેમસ ડાન્સર રાઘવ જુયાલ વગેરે છે. તેઓ દર્શકોનું ભરપૂર મનોરંજન કરશે. સલમાન ખાનની ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ 21 એપ્રિલ ઇદના અવસર પર રિલીઝ થવાની તૈયારીમાં છે.





