બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ગઇકાલે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર એક મહિલાની તસવીર શેર કરીને શ્રદ્ધાજંલિ આપી હતી. આ પછી ચાહકોમાં ભારે કૂતુહલ જોવા મળ્યું છે કે, આખરે એ મહિલા કોણ છે? અને તેના જવાથી ભાઇજાન કેમ બહુ દુ:ખી છે? આ સવાલના જવાબ જાણવા માટે વાંચો આ અહેવાલ.
સલમાન ખાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક મહિલાની તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘મેરી પ્યારી અદ્દૂ જ્યારે હું મોટો થઇ રહ્યો હતો ત્યારે તમે જેટલો પ્રેમ અને સપોર્ટ કર્યો છે મને તે માટે તમારો આભાર. રેસ્ટ ઇન પીસ મેરી પ્યારી અદ્દૂ’.અભિનેતાની આ પોસ્ટ જોયા પછી ચાહકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ આ લેડી તેની કેયરટેકર હોઇ શકે છે, જેનું સલમાન ખાન આટલું સન્માન કરે છે. અદ્દૂ વિશે જાણવા માટે સલમાન ખાનના ફેન્સ તેને સતત સવાલ કરી રહ્યા છે. સાથે જ અદ્દૂના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સલમાન ખાનને જાનથી મારી નાંખાવની ધમકીને પગલે Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ભાઇજાનને પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનો હત્યારા બિશ્નોઇ ગૈંગ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી છે. જેને પગલે પોલીસ સતર્ક થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે,સલમાન ખાનની આ ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાને’ સ્થાનિક બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ઈન્ડસ્ટ્રીના ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા મુજબ, ફરહાદ સામજી દિગ્દર્શિત ફિલ્મે રવિવારે લગભગ ₹ 4.50 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ કલેક્શન ₹100.30 કરોડ થયું હતું. સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા તેની આગામી ફિલ્મ ‘ટાઇગર 3’માં કેટરીના કૈફ સાથે જોવા મળશે. તેમજ આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો પણ કેમિયો છે.