મહિલાઓ જેટલી ઢંકાયેલી હશે તેટલું વધુ સારું: સલમાન ખાન

Salman Khan: કિસી કા ભાઇ કિસી કી જાનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી પલક તિવારીએ થોડા દિવસ પહેલા સલમાન ખાન અંગે મોટો ખુલાસો કર્યો હતો. ત્યારે હવે સલમાન ખાને આ મામલે પ્રતિક્રિયા આપી છે.

Written by mansi bhuva
May 02, 2023 07:41 IST
મહિલાઓ જેટલી ઢંકાયેલી હશે તેટલું વધુ સારું: સલમાન ખાન
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી પલક તિવારી ફાઇલ તસવીર

ટેલિવૂડનો જાણીતો ચહેરો શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ થોડા દિવસ પહેલા સલમાન ખાને અંગે એક મોટો ખુલાસો કર્યો હતો. પલક તિવારીએ સલમાન ખાનના સેટ પર છોકરીઓ માટે ડ્રેસ કોડના કેટલાક નિયમો હોવા અંગે નિવેદન કર્યું હતું. તેણે આ નિવેદનમાં જણાવ્યું હતું કે, સલમાન ખાનના સેટ પર છોકરીઓ માટે લો નેકલાઈન ન પહેરવાનો નિયમ છે. જે અંગે હવે અભિનેતા સલમાન ખાને મૌન તોડ્યું છે.

સલમાન ખાને પોતાના નિવેદનમાં કહ્યુ હતું કે, ‘મહિલાઓ જેટલી વસ્ત્રોથી ઢકાયેલી હશે તેટલુ સારું છે. આ સાથે સલમાને પુરૂષોની વિધારધારા વિશે પણ વાત કરી હતી. વાસ્તવમાં સલમાન ખાન રજત શર્માનો ટીવી શો ‘આપકી અદાલત’માં પહોંચ્યો હતો. જ્યાં મહિલાઓએ નેકલાઇન વસ્ત્રો પહેરવા મુદ્દે ખુલીને વાત કરી હતી. સલમાન ખાને કહ્યું, “મને લાગે છે કે મહિલાઓના શરીર ખૂબ કિંમતી હોય છે. તેઓ જેટલી વધુ ઢંકાયેલી રહેશે, મને લાગે છે કે તેટલુ વધુ સારું છે’.

તદ્દઉપરાંત સલમાન ખાને પુરૂષોની વિચારધારા વિશે વાત કરતા કહ્યું હતુ કે, ‘જે રીતે તેઓ મહિલાઓને જોવે છે. બહને, પત્ની, માતાઓ…મને તે બિલકુલ પસંદ નથી. હું નથી ઈચ્છતો કે તેઓ આવું અપમાન સહન કરે’

આ પણ વાંચો: Kisi Ka Bhai Kisi Ki Jaan box office collection day 10: સલમાન ખાનની ફિલ્મ ભારતમાં 100 કરોડને પાર કરી ગઈ

નોંધનીય છે કે, પલક તિવારીએ સલમાન ખાનની ન્યૂ રિલીઝ ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. સલમાન ખાનની આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ઈન્ડસ્ટ્રીના ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા મુજબ, ફરહાદ સામજી દિગ્દર્શિત ફિલ્મે રવિવારે લગભગ ₹ 4.50 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ કલેક્શન ₹100.30 કરોડ થયું હતું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ