scorecardresearch

Nawazuddin Siddiqui : નવાઝુદ્દીન સિદ્દીકીને એક ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે, કોઈ મોટા સ્ટાર્સે તેનો સ્ક્રીન ટાઈમ ઓછો કર્યો છે? ‘બજરંગી ભાઈજાનમાં સલમાન ખાન…’

Nawazuddin Siddiqui : નવાઝુદ્દીન સિદ્દીકીને પૂછવામાં આવ્યું કે શું મોટા સ્ટાર્સ સાથેની ફિલ્મોમાં તેનો સ્ક્રીન ટાઈમ અથવા લાઈન્સ ક્યારેય ઓછી થઈ છે.

Nawazuddin Siddiqui was recently seen in Afwaah.
નવાઝુદ્દીન સિદ્દીકી તાજેતરમાં અફવાહમાં જોવા મળ્યો હતો.

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ, જે તાજેતરમાં ફિલ્મ અફવાહમાં જોવા મળ્યો હતો, તેણે ખુલાસો કર્યો છે કે શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા બોલીવુડના દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રીન શેર કરવા છતાં, તેના સ્ક્રીન સમયને ક્યારેય જોખમ નહોતું આવ્યું. તેમણે મોટી ફિલ્મો અંગેના તેમના અનુભવો વિશે ખુલાસો કર્યો હતો, અને એક મુલાકાતમાં શેર કર્યું કે તેમના દ્રશ્યો ક્યારેય કાપવામાં કે ઓછા કરવામાં આવ્યા નથી.

સિદ્ધાર્થ કન્નન સાથેના એક ઇન્ટરવ્યુમાં, જ્યારે નવાઝુદ્દીનને પૂછવામાં આવ્યું કે શું કોઈ વધુ અગ્રણી સ્ટારની હાજરીને કારણે તેની લાઇન્સ ક્યારેય સંપાદિત કરવામાં આવી છે અથવા ઓછી કરવામાં આવી છે, ત્યારે અભિનેતાએ કહ્યું, “મૈને બડી કમર્શિયલ ફિલ્મો કે હૈ, જિસ્મે મેં વિલન થા. પણ ઉસમે ઐસા કભી હુઆ નહી. જીતના મૈને શૂટ કિયા, ઉત્ના હી આયા. ક્યૂંકી ઉનકો ભી જરુરત થી (મેં મોટી કોમર્શિયલ ફિલ્મો કરી છે જેમાં મેં ખલનાયકોની ભૂમિકા ભજવી છે, અને તે ફિલ્મોમાં, મેં જે પાર્ટ્સ શૂટ કર્યા છે તે બધા ત્યાં હતા).

આ પણ વાંચો: The Kerala Story box office collection Day 1: ધ કેરાલા સ્ટોરીનું બોક્સ ઓફિસ કલેકશન પહેલાજ દિવસે થયું 7.5 કરોડ

તેમણે ઉમેર્યું હતું કે, “મૈંને ભાઈ (સલમાન ખાન), શાહરૂખ ઔર ટાઈગર શ્રોફ કે સાથ કામ કિયા. ઇસમે જીતના મેરા થા ઉતના હે મેરા રહા. એક સીન ઇધર ઉધર નહી હુઆ.” (મેં સલમાન ખાન, શાહરૂખ ખાન અને ટાઈગર શ્રોફ સહિત અન્ય લોકો સાથે કામ કર્યું છે. મારા સીન ક્યારેય ઓછા કે કાપવામાં આવ્યા નથી).” અભિનેતાએ સલમાન ખાન સાથે કામ કરવા વિશે ખુલાસો કર્યો અને કહ્યું, “બજરંગી ભાઈજાન મેં તો ઐસે હુઆ કે બહોત બાર સલમાન ભાઈ ને અપની લાઈન મુઝે દે દી. ઓન ધ સ્પોટ હુઆ. મેરે સાથ કભી ઐસા નહીં હુઆ, મુઝે ઔર મિલા હૈ (ઘણી વખત બજરાણી ભાઈજાનનું શૂટિંગ કરતી વખતે, સલમાન ખાને તેની ઘણી લાઈનો મને આપી હતી અને તે સ્થળ પર જ થયું હતું).

આ પણ વાંચો: Bhumi Pednekar :સોનચિરીયા ફિલ્મને ઓડિયન્સનો નબળો પ્રતિસાદ પરંતુ તે મારા માટે એક મોટી શીખ હતી

આ પહેલા નવાઝુદ્દીને સલમાન અને શાહરૂખ વચ્ચેના તફાવત વિશે વાત કરી હતી. AIB પોડકાસ્ટ પર દેખાવમાં તેણે કહ્યું હતું કે, “શાહરૂખ ભાઈ કા હૈ, એક સીન કો જબ તક ઉસકા… ક્યોંકી થિયેટર કિયા હૈ અનહોને… મુઝે લગા એક એક્ટર કે સાથ કામ કર રહા હુ (શાહરૂખ સાથે, દરેક સીન સાથે) … કારણ કે તેણે પોતે થિયેટર કર્યું છે… મને લાગ્યું કે હું કોઈ વાસ્તવિક અભિનેતા સાથે કામ કરી રહ્યો છું). ભાઈ કા યે હૈ કી એક સીન હોગયા, એક બાર હોગયા, અબ દોબારા નહીં કરેંગે ભાઈ (સલમાન સાથે, એક સીન માત્ર એક જ વાર શૂટ કરવામાં આવ્યો છે. કોઈ સેકન્ડ લેતો નથી). નવાઝુદ્દીન આગામી ફિલ્મ જોગીરા સારા રા રામાં નેહા શર્મા સાથે જોવા મળશે.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,

Web Title: Salman khan shah rukh khan nawazuddin siddiqui bajrangi bhaijaan tiger shroff bollywood news entertainment updates

Best of Express