બોલિવૂડના ભાઇજાન તેમની આગામી ફિલ્મ ટાઇગર 3માં વ્યસ્ત છે. ત્યારે ટાઇગર 3 સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે. IFFA Award 2023ની પત્રકાદર પરિષદમાં સલમાન ખાને ખુલાસો કર્યો હતો કે, ‘ટાઇગર 3’નું બુધવારે શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. અબુ ધાબીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન સલમાને કહ્યું, “ગઈ રાત્રે હું ટાઇગર (ટાઇગર 3)નું શૂટિંગ કરી રહ્યો હતો અને મેં ટાઇગર 3 પૂર્ણ કરી લીધી છે.
આ સાથે સલમાન ખાને કહ્યું કે, હવે તમે દિવાળી પર ટાઇગરને જોશો, ઇન્શાઅલ્લાહ.” અભિનેતાએ કહ્યું, “તે ખૂબ જ વ્યસ્ત શૂટ હતું, જોકે તે સારું હતું.” આ ફિલ્મમાં તેમની સાથે કેટરીના કૈફ અને ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સલમાન ખાને ટાઇગર3 ના સેટ પરથી ઇજાગ્રસ્ત થયો હતો. આ માહિતી ખુદ સલમાન ખાને તેના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીર શેર કરીને આપી હતી. તેણે ફોટો સાથે લખ્યું, “જ્યારે તમને લાગે છે કે તમે દુનિયાનો ભાર તમારા ખભા પર લઈ રહ્યા છો, ત્યારે તેઓ કહે છે કે દુનિયા છોડી દો.” પાંચ કિલો ડમ્બેલ ઉપાડીને મને બતાવો. #ટાઈગર3.”
કેટરીના કૈફ સ્ટારર ‘ટાઇગર 3’ દિવાળી 2023 પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો કેમિયો છે. શાહરૂખ અને સલમાને તાજેતરમાં સિદ્ધાર્થ આનંદની બ્લોકબસ્ટર ‘પઠાણ’માં એકસાથે તેમના દ્રશ્યોથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી એક વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. આ દરમિયાન સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ટૂંક સમયમાં ZEE5 પર સ્ટ્રીમિંગ શરૂ થશે. મહત્વનું છે કે, સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ થોડા સમય પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. જેને દર્શકો દ્વારા સારા પ્રતિસાદ મળ્યો ન હતો.