સલમાન ખાનએ ગઇકાલે (23 જાન્યુઆરી)ના રોજ પોતાના ફેન્સને મોટી ખુશખબર આપી છે. સલમાન ખાને (Salman khan) ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ (Kisi Ka Bhai Kisi Ki Jaan Teaser)નું ટીઝર 25 જાન્યુઆરીએ ‘પઠાણ’ સાથે રિલીઝ થવાની મોટી જાહેરાત કરી હતી. સૌકોઇ એ વાતથી વાકેફ છે કે, સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે મિત્રતા કેટલી પાકી છે. તેવામાં શાહરૂખ અને સલમાન ખાનના ચાહકો માટે આ ડબલ ટ્રીટ સમાન હશે. જેવી સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર આ જાણકારી શેર કરી છે, ફેન્સ વચ્ચે ખુશમિજાજ વાતાવરણ સર્જાય ગયું છે.
શાહરૂખ ખાન (Shahrukh khan) ની આ વર્ષની પહેલી ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ (Film Pathaan) ગણતંત્ર દિવસના આગલા દિવસ એટલે કે 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. ફિલ્મને લઇને દર્શકોની આતુરતા સ્પષ્ટપણે જોઇ શકાય છે. પઠાણના એડવાન્સ બુકિંગ (Pathaan Avance bokking) માં અંદાજે 6 લાખ આસપાસ ટિકીટ વેચાઇ ગઇ હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે.
આ ઉપરાંત હજુ પણ ફિલ્મના એડવાન્સ બુકિંગનો આંકડો સતત વધતો જ જઇ રહ્યો છે. તેવામાં હવે સલમાને ફેન્સની ખુશી ડબલ કરી દીધી છે. એક તરફ થિયેટર્સમાં ‘પઠાણ’ દસ્તક આપશે. ત્યાં બીજી બાજુ સલમાન પોતાની ફિલ્મની ઝલક રજૂ કરશે. આ ક્ષણ કેટલી અદ્ભૂત અને રોમાંચિત હશે તેની કલ્પના પણ ઉત્સુકતા વધારી દેશે.
આ પણ વાંચો: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ કૃષણ ભજન સાથે લગ્નગ્રંથિથી જોડાયા, સુનીલ શેટ્ટીએ કહ્યું…
સલમાન ખાને ટીઝરની જાણકારી સાથે એક ખાસ ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં સલમાનના લાંબા વાળ વાળો લુક જોવા મળી રહ્યો છે, જેની પાછળ તેનો ચહેરો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સલમાને લખ્યું, ‘કિસી કા ભાઇ કિસી કી જાન ટીઝર હવે જુઓ મોટા પડદે’.