Sam Bahadur Teaser: વિકી કૌશલની 'સામ બહાદુર'નું ટિઝર રિલિઝ, રણબીર કપૂરની 'એનિમલ' સાથે ટકરાશે, ઈન્દિરા ગાંધીના પાત્રમાં દેખાશે આ અભિનેત્રી

Vicky Kaushal Movie Sam Bahadur Teaser Released : વિકી કૌશલની મૂવી સામ બહાદુરનો ટિઝર રિલિઝ કરવામાં આવ્યું છે, જેમાં ફાતિમા સના શેખ ઇન્દિરા ગાંધીના દમદાર પાત્રમાં દેખાય છે. આ અપકમિંગ ફિલ્મની રણબીર કપૂરની એનિમલ સાથે બોક્સ ઓફિસ પર ટક્કારશે

Vicky Kaushal Movie Sam Bahadur Teaser Released : વિકી કૌશલની મૂવી સામ બહાદુરનો ટિઝર રિલિઝ કરવામાં આવ્યું છે, જેમાં ફાતિમા સના શેખ ઇન્દિરા ગાંધીના દમદાર પાત્રમાં દેખાય છે. આ અપકમિંગ ફિલ્મની રણબીર કપૂરની એનિમલ સાથે બોક્સ ઓફિસ પર ટક્કારશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vicky Kaushal | Sam Bahadur Teaser | Vicky Kaushal in Sam Bahadur Teaser | bollywood movies | bollywood film

વિકી કૌશલની અપકમિંગ મૂવી સામ બહાદુરનું ટિઝર રિલિઝ કરાયું છે. (Photo - Sam Bahadur Still)

Vicky Kaushal Movie Sam Bahadur Teaser Released : બોલિવૂડ એક્ટર વિકી કૌશલ તેના એક્શન - સ્ટન્ટ માટે ફેમસ છે. પોતાની એક્ટિંગની સાથે સાથે એક્શન - સ્ટન્ટથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ટેલેન્ટ દેખાડ્યું છે. હવે તેણે ફરી એકવાર સાબિત કરી દેખાડ્યું છે કે, તે એક સારો કલાકાર છે. વાસ્તવમાં, તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સામ બહાદુર'નો ટીઝર વિડીયો રીલીઝ કરવામાં આવ્યો છે, જે દેશભક્તિના ઉત્સાહ અને જુસ્સાથી ભરપૂર છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. વિકી કૌશલ આ ફિલ્મમાં ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની ભૂમિકા માટે પણ યોગ્ય છે.

Advertisment

વિકી કૌશલની ફિલ્મ 'સેમ બહાદુર'નું ટીઝર રિલિઝ (Vicky Kaushal Movie Sam Bahadur Teaser Released)

વિકી કૌશલની ફિલ્મ 'સેમ બહાદુર'ના ટીઝરની વાત કરીએ તો 1.26 મિનિટના વિડિયોમાં જોઈ શકાય છે કે વિકી એક સૈનિકની ભૂમિકા ભજવી રહ્યો છે અને તે સૈનિકનું નામ છે સેમ માણેકશા, જે પોતાના જીવથી પણ વધારે દેશ અને વર્દીને વધારે મહત્વ આપતા હતા. રિલિઝ થયેલા વીડિયોમાં દમદાર ડાયલોગ પણ છે, જે દરેક સીનને શાનદાર બનાવી રહ્યા છે. તે ઉત્સાહથી ભરેલો છે. ભારતીય સેનાના ફિલ્ડ માર્શલના રોલમાં વિકી કૌશલ શાનદાર લાગી રહ્યો છે, જેની માટે તેની જેટલી પ્રશંસા કરીયે તેટલી ઓછી છે.

Advertisment

સેમ બહાદુરમાં વિકી કૌશલ અને ફાતિમા સના શેખનું દમદાર પાત્ર (Vicky Kaushal With fatima sana shaikh In Sam Bahadur)

સેમ બહાદૂર ફિલ્મના ટીઝરમાં વિકી કૌશલની સાથે સાથે ફાતિમા સના શેખ પણ દમદાર રોલમાં દેખાય છે. અભિનેત્રી ફાતિમા સના શેખ પણ છે, જેની એક નાની ઝલક ટીઝરમાં જોઈ શકાય છે. સેમ બહાદુર ફિલ્મમાં સના શેખ ઈન્દિરા ગાંધીના પાત્રમાં જોવા મળી રહી છે અને સાન્યા મલ્હોત્રાએ પણ અદભૂત કામ કર્યું છે. આ પહેલા ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં ટીઝર રિલીઝની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદથી દરેક લોકો ફિલ્મના ટીઝરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

વિકી કૌશલના સેમ બહાદુરની રણબીર કપૂરની એનિમલ સાથે ટક્કર

વિકી કૌશલની અપકમિંગ ફિલ્મની ટક્કર રણબીર કપૂરની મૂવી સાથે થશે. વિકી કૌશલની 'સામ બહાદુર'ની રિલીઝ ડેટની વાત કરીએ તો તે 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' સાથે તેની ટક્કર થઈ રહી છે. રણબીર કપૂરની અપકમિંગ મૂવી પણ 1લી ડિસેમ્બરે જ રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મ જીતશે તે જોવું રસપ્રદ રહેશે. તમને જણાવી દઈએ કે 'સામ બહાદુર' એક બાયોપિક છે. જેનું નિર્દેશન મેઘના ગુલઝાર કરી રહ્યા છે. વિકી ઉપરાંત ફાતિમા સના શેખ, નીરજ કબી, સાન્યા મલ્હોત્રા, જીશાન અયુબ જેવા કલાકારો મહત્વના રોલમાં છે.

આ પણ વાંચો | શું બચ્ચન પરિવારમાં તિરાડ? અમિતાભ બચ્ચન અને જયાનું નિવેદન સામે આવ્યું, કહ્યું, ઐશ્વર્યા મારી…

ઉલ્લેખનીય છે કે આ પહેલા વિકી કૌશલે મેઘના ગુલઝાર સાથે ફિલ્મ 'રાઝી'માં સાથે કામ કર્યું હતું. તેમા વિકી કૌશલની સાથે અભિનેત્રી આલિયા ભટ્ટ જોવા મળી હતી. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ હિટ રહી હતી. આવી સ્થિતિમાં, હવે આપણે ફરીથી જોવાનું છે કે મેઘના અને વિકીની જોડી કેવો કમાલ દેખાડે છે?

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ