સાઉથની ટોચની અભિનેત્રીઓમાં સ્થાન ધરાવનાર સામંથા રૂથ પ્રભુ તેની આગામી ફિલ્મ ‘શાકુંતલમ’ કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ હિટ જાય તે માટે સામંથા રુથ પ્રભુ ફિલ્મની ટીમ સાથે હૈદરાબાદના પદ્મમ્મા મંદિરમાં આશીર્વાદ માટે પહોંચી હતી. સામંથા રૂથ પ્રભુ સાથે દિગ્દર્શક ગુણશેકર અને એકટર દેવમોહન પેદ્દામ્મા તલ્લી પણ મંદિર ગયા હતા.
શાકુંતલમમાં સામંથાના લૂકની વાત કરીએ સામંથા ખુબ જ સુંદર રૂપમાં જોવા મળી રહી છે. તેને જોઇને કોઇપણ મોહી જાય. ત્યારે સામંથાની પદ્મમ્માં મંદિરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તસવીરમાં સામંથા સફેદ કલરપના આફટફિટમાં ચહેરા પર સ્માલિ સાથેજોવા મળી રહી છે. પછીની બીજી તસવીરમાં ફિલ્મના બન્ને કલાકારો મંદિરમાં પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ તેમને તેમની ફિલ્મ માટ શુભેચ્છા પાઠવી હતી.
જોકે, કેટલાક લોકોએ એમ પણ લખ્યું હતું કે હવે પ્રમોશન માટે પણ મંદિર જવાની શરુઆત થઈ ગઈ છે.
આ પણ વાંચો: ગૌતમ અદાણીના નાના પુત્રએ પ્રખ્યાત ડાયમંડ વેપારીની દીકરી દીવા શાહ સાથે કરી સગાઇ
સામંથાની આ ફિલ્મ 14 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે.આ ફિલ્મ હિંદી, તમિલ, મલયાલમ અને કન્ન્ડમાં રિલીઝ થશે. આ ફિલ્મની વાર્તા મહાકવિ કાલિદાસના સંસ્કૃત નાટક શાકુંતલમ પર આધારિત છે.