સારા અલી ખાને ક્રિકેટર સાથે લગ્ન કરવાના પ્રશ્ન અંગે આપ્યો રોમાંચિત જવાબ, હું તમને સત્ય...

Sara Ali Khan: સારાએ પોતાની દાદીની માફક ક્રિકેટર સાથે લગ્ન કરવાની વાત પર પ્રતિક્રિયા આપી છે. શું તે પણ તેની દાદીના પગલે ચાલશે અને ક્રિકેટર સાથે લગ્ન કરશે?

Sara Ali Khan: સારાએ પોતાની દાદીની માફક ક્રિકેટર સાથે લગ્ન કરવાની વાત પર પ્રતિક્રિયા આપી છે. શું તે પણ તેની દાદીના પગલે ચાલશે અને ક્રિકેટર સાથે લગ્ન કરશે?

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
sara ali khan and shubman gill photo news

સારા અલી ખાને ક્રિકેટર સાથે લગ્ન કરવાના પ્રશ્ન અંગે આપ્યો રોમાચિંત જવાબ

Sara Ali Khan On Marrying Cricketer: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે' ને કારણે હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં સારાની સાથે વિકી કૌશલ લીડ રોલમાં છે. સારા તેની પ્રોફેશનલ લાઈફની સાથોસાથ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. રિપોર્ટ્સનું માનીએ તો સારા ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી છે. જોકે સારા અલી ખાન કે શુભમન ગિલે હજુ સુધી ડેટિંગના સમાચાર પર કોઇ સ્પષ્ટતા કરી નથી. પરંતુ સારાએ પોતાની દાદીની માફક ક્રિકેટર સાથે લગ્ન કરવાની વાત પર પ્રતિક્રિયા આપી સૌને ચોંકાવ્યા છે.

Advertisment

સારા અલી ખાનની દાદી શર્મિલા ટાગોરે ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા. સારા અલી ખાનને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, શું તે પણ તેની દાદીના પગલે ચાલશે અને કોઇ ક્રિકેટર સાથે લગ્ન કરશે? તેના જવાબમાં સારાએ કહ્યું- તેના માટે પ્રોફેશનથી કોઈ ફરક નથી પડતો. પરંતુ સમજુ વ્યક્તિ જોઇએ કે જે એની સાથે તાલ મિલાવી શકે.

ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં સારા અલી ખાને કહ્યું - તે વ્યક્તિ ક્રિકેટર કે બિઝનેસમેન હોઈ શકે છે, પરંતુ તેણે માનસિક અને બૌદ્ધિક રીતે મારી સાથે મેળ ખાવો જોઈએ. મને લાગે છે કે, હું જે પ્રકારની વ્યક્તિ છું મને નથી લાગતું કે, તેણે મારા જીવનસાથી બનવા માટે ક્રિકેટર, બિઝનેસમેન, ડૉક્ટર બનવું જોઈએ. કદાચ ડૉક્ટર નહીં, તે ભાગી જશે. પરંતુ સત્ય એ છે કે, તમારે મારા માનસિક સ્તર પર મેળ ખાવો પડશે. જો તમે આ કરી શકો તો તે એક સારી બાબત છે.

જ્યારે સારાને પૂછવામાં આવ્યું કે, શું તે હાલમાં ભારતીય ટીમમાંથી કોઈને ડેટ કરી રહી છ? તો તેણે કહ્યું હતું કે - તે હજુ સુધી તે વ્યક્તિને મળી નથી જેની સાથે તે સેટલ થઈ શકે. હું તમને સત્ય કહીશ, હું પૂરા વિશ્વાસ સાથે કહીશ કે, હું જેવો પાર્ટનર ઈચ્છુ છું તેવા પાર્ટનરને હજી સુધી હું મળી નથી.

Advertisment

આ પણ વાંચો: Prabhas Wedding: આદિપુરૂષ સ્ટાર પ્રભાસ લગ્ન કરવા જઇ રહ્યો છે? એક્ટરનો જવાબ સાંભળીને ચાહકો પડ્યા વિચારમાંss

જણાવી દઈએ કે સારા અને શુભમન ગિલના ડેટિંગની અફવાઓ ત્યારેથી આવવા લાગી હતી જ્યારે બંને ઘણી વખત ડિનર પર સાથે જોવા મળ્યા હતા. જોકે તેમના બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા. ચાહકોએ નોંધ્યું હતું કે, સારા અને શુભમને એકબીજાને અનફોલો કરી દીધા છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ