લોકપ્રિય ટીવી સીરિયલ સારાભાઇ VS સારાભાઇમાં જેસમિનના પાત્રથી ખ્યાતિ મેળવનાર એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં મોત થયું છે. આ વાતની પુષ્ટિ પ્રોડ્યૂસર જેડી મજેઠિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શકોને આપી છે. જેના મતે એક્ટ્રેસનું મોત ગઇકાલે મંગળવારે રાત્રે થયું હતું. જેઠી મજેઠીયાએ સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના મોતના સમાચાર આપતા લખ્યું હતું કે, જીવન ખુબ જ અણધારૂં છે.
આ સાથે જેઠી મજેઠિયાએ લખ્યું હતું કે, ‘એક ખુબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાય, જે સારાભાઇ VS સારાભાઇની જાસ્મિન તરીકે જાણીતી છે તેનું અવસાન થયું. તેનો ઉત્તર ભારતમાં અકસ્માત થયો હતો. આવતીકાલે 11 વાગ્યે પરિવાર તેમને અંતિમ દર્શન માટે મુંબઇ લાવશે. વૈભવીની આત્માને શાંતિ મળે’.
સારાભાઇ VS સારાભાઇના સહકલાકાર સતીશ શાહ અને દેવેન ભોજાણીએ પણ એકટ્રેસના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. દેવેન ભોજાણીએ ટ્વિટર પર લખ્યું છે કે, શોકિંગ! સતીશ શાહે લખ્યું કે, અમારી સીરિયલ સારાભાઇ VS સારાભાઇમાં વૈભવી ઉપાધ્યાય ઉર્ફ જેસમીન અદ્ભુત અભિનેત્રી અને એક સહકર્મી આજે સ્વર્ગ માટે રવાના થઇ છે. આખી ટીમ આધાતમાં છે. ઓમ શાંતિ.
અનુપમા અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પણ વૈભવીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નોંધપાત્ર રીતે, રૂપાલીએ લોકપ્રિય સિટકોમ સારાભાઈ વિરુદ્ધ સારાભાઈમાં વૈભવી ઉપાધ્યાય સાથે સ્ક્રીન શેર કરી હતી. અનુપમાની અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હૃદયદ્રાવક પોસ્ટ સાથે તેની સહ-અભિનેત્રીના અકાળે અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની ફેમસ સીરિઝમાંથી વૈભવીની એક તસવીર શેર કરતાં રૂપાલી ગાંગુલીએ લખ્યું, “ગોન ટુ સૂન વૈભવી…”.
આ પણ વાંચો: આદિત્ય સિંહ રાજપૂતના મોત અંગે નજીકના મિત્રએ કર્યો ચોંકાવનારો ખુલાસો, આ કારણથી થયું મોત
એક અહેવાલ મુજબ, અભિનેત્રી તેના મંગેતર સાથે કારમાં મુસાફરી કરી રહી હતી ત્યારે એક તીવ્ર વળાંક પર કાર નિયંત્રણ બહાર ગઈ અને ખાઈમાં પડી ગઈ. કારમાં સાથે રહેલા મંગેતરની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે. વૈભવીના મૃત્યુથી ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. 2 દિવસમાં આ બીજું મોત છે. આ પહેલા અભિનેતા આદિત્ય સિંહ રાજપૂત તેના ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.