સતીશ શાહનું મૃત્યુ કિડની ફેલ્યોરથી નથી થયું, કો-એક્ટરે કર્યો ખુલાસો, મૃત્યુનું સાચું કારણ આવ્યું સામે

બોલિવૂડ અને ટીવીના દિગ્ગજ અભિનેતા સતીશ શાહનું 25 ઓક્ટોબરના રોજ અવસાન થયું. એવું કહેવામાં આવતું હતું કે તેમનું મૃત્યુ કિડની ફેલ્યોરથી થયું હતું. પરંતુ હવે તેમના મૃત્યુનું સાચું કારણ બહાર આવ્યું છે.

Written by Rakesh Parmar
October 28, 2025 20:12 IST
સતીશ શાહનું મૃત્યુ કિડની ફેલ્યોરથી નથી થયું, કો-એક્ટરે કર્યો ખુલાસો, મૃત્યુનું સાચું કારણ આવ્યું સામે
સતીશ શાહનું મૃત્યુ કિડની ફેલ્યોરથી નહીં, પણ હૃદયરોગના હુમલાથી થયું હતું.

બોલિવૂડ અને ટીવીના દિગ્ગજ અભિનેતા સતીશ શાહનું 25 ઓક્ટોબરના રોજ અવસાન થયું. એવું કહેવામાં આવતું હતું કે તેમનું મૃત્યુ કિડની ફેલ્યોરથી થયું હતું. પરંતુ હવે તેમના મૃત્યુનું સાચું કારણ બહાર આવ્યું છે. “સારાભાઈ વર્સિસ સારાભાઈ” ના તેમના કો-એક્ટર રાજેશ કુમારે સાચું કારણ જાહેર કર્યું છે. તેમનું કહેવું છે કે શાહના મૃત્યુના કારણ અંગે અત્યાર સુધી જે માહિતી ફરતી થઈ છે તે ખોટી છે.

શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે અચાનક કિડની ફેલ્યોર થતાં સતીશને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. હવે રાજેશ કુમારે આ દાવાઓને નકારી કાઢ્યા છે. બોલિવૂડ હંગામા સાથે વાત કરતા રાજેશે સ્વીકાર્યું કે આ તેમની સાથે કામ કરનારા દરેક માટે ખૂબ જ મુશ્કેલ સમય છે. તેમણે કહ્યું, “છેલ્લા 24-25 કલાક કેટલા ભાવનાત્મક રહ્યા તે હું તમને કહી શકતો નથી. તેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. પરંતુ હું સતીશજીના અવસાન વિશે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માંગુ છું. હા, તેમને કિડનીની સમસ્યા હતી, પરંતુ તેમનું મૃત્યુ ખરેખર હૃદયરોગના હુમલાથી થયું હતું.”

તેમણે આગળ કહ્યું, “તેઓ ઘરે બપોરનું ભોજન કરી રહ્યા હતા ત્યારે તેમનું અવસાન થયું. હું આ સ્પષ્ટ કરવા માંગતો હતો કારણ કે કેટલાક અહેવાલો કહે છે કે તે કિડનીની સમસ્યાને કારણે થયું હતું. કિડનીની સમસ્યાની સારવાર પહેલાથી જ થઈ ગઈ હતી; તે નિયંત્રણમાં હતી. કમનસીબે તેમનું અચાનક હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે.”

આ પણ વાંચો: સરકારી કર્મચારીઓ આનંદો! 8માં પગાર પંચને લઈ ખુશખબર, કેબિનેટે આપી ToR ને મંજૂરી

રાજેશે “સારાભાઈ વર્સિસ સારાભાઈ” માં સતીશના પુત્રની ભૂમિકા ભજવી હતી. ઈટાઈમ્સ સાથેની એક મુલાકાતમાં તેમણે સ્વર્ગસ્થ અભિનેતા સાથેના તેમના જોડાણ વિશે વાત કરી. તેમણે કહ્યું કે આ એક વ્યાવસાયિક કરતાં વધુ વ્યક્તિગત નુકસાન છે, કારણ કે સતીશ બે દાયકાથી વધુ સમયથી તેમના જીવનનો ભાગ રહ્યા હતા.

દિગ્દર્શક અશોક પંડિતે ઇન્સ્ટાગ્રામ પર સતીશ શાહના અવસાનની જાહેરાત કરી. તેમણે સતીશનો ફોટો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, “ખૂબ જ દુઃખ અને આઘાત સાથે અમે તમને જણાવીએ છીએ કે અમારા પ્રિય મિત્ર અને એક અદ્ભુત અભિનેતા, સતીશ શાહનું થોડા કલાકો પહેલા કિડની ફેલ્યોરને કારણે અવસાન થયું. તેમને હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આપણા ઉદ્યોગ માટે એક મોટું નુકસાન. ઓમ શાંતિ.”

ઘણા લોકોએ પંડિતની માહિતી પર વિશ્વાસ કર્યો અને શ્રદ્ધાંજલિનો વરસાદ થયો. જોકે રાજેશ કુમારે હવે પુષ્ટિ આપી છે કે સતીશને અચાનક હાર્ટ એટેક આવવાને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેના કારણે તેમનું મૃત્યુ થયું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ