કિયારા અડવાણી અને કાર્તિક આર્યન અભિનિત ફિલ્મ સત્યપ્રેમ કી કથા આજે 29 જૂનના રોજ સિનેમાઘોરમાં રિલીઝ થઇ ગઇ છે. ગઇકાલે આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખાયું હતું. જેમાં ઘણા બોલિવૂડ સિતારાઓ હાજર રહ્યા હતા. ત્યારે હવે તેઓની આ ફિલ્મ વિશે પ્રતિક્રિયા સામે આવી છે. સાથે જ દર્શકોનો પણ આ ફિલ્મને લઇને કેવો પ્રતિસાદ છે તે અંગે આ અહેવાલમાં જાણો.
કિયારા-કાર્તિકની સત્યપ્રેમ કી કથા રોમાન્ટિક લવ સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મ સાજીદ નડીયાવાલાના નિર્દેશન હેઠળ નિર્માણ પામી છે. ત્યારે કિયારા-કાર્તિકની આ બીજી ફિલ્મ છે જેમાં બંને એક સાથે સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. આ પહેલા તેઓ ‘ભુલ ભૂલૈયા 2’માં જોવા મળ્યા હતા. ત્યારે દર્શકોએ આ જોડીને ભરપૂર પ્રેમ વરસાવ્યો હતો.
હવે વાત કરીએ સત્યપ્રેમ કી કથાને લઇને સુનીલ શેટ્ટીનો શું મંતવ્યો આપ્યો તો અભિનેતાએ આ ફિલ્મની પ્રશંસા કરી છે. સત્યપ્રેમ કી કથા અંગે સુનીલ શેટ્ટીએ ટ્વીટમાં લખ્યું કે, ‘સાજીદ ભાઇ વધુ એક સફળ બ્લોકબસ્ટર ફિલ્મ માટે તમને અભિનંદન, આખી ટીમને શુભકામના’.
તો બીજી તરફ લોકોએ પ્રતિક્રિયામાં કહ્યું કે, શાનદાર લવ સ્ટોરી. સાથે જ કિયારાનો લૂક પણ ઘણો સારો છે. તેમજ કિયારા અને કાર્તિકની કમાલની કેમેસ્ટ્રી છે, મજા આવી ગઇ. આમ કાર્તિક-કિયારાની સત્ય પ્રેમ કી કથાને લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને તેઓને આ ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. તેવામાં મેકર્સની ફિલ્મ સારી કમાણી કરશે તેવી આશા વધી ગઇ છે. આ તકે જોવું એ રહ્યું કે, ફિલ્મ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ કેટલી કમાણી કરશે?