અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘સેલ્ફી’ને કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ 24 ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલ સેલ્ફીનું વધુ એક નવુ ગીત કુડી ચમકીલી રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. આ ગીતને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આ પછી હવે ફેન્સ પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સેલ્ફીના અન્ય ગીતોએ પણ આ ગીતની જેમ ખુબ ધુમ મચાવી છે.
આ ગીત વાઈરલ થયા બાદ લોકોનું કહેવું છે કે આ ડાન્સ નંબર ટૂંક સમયમાં આખા દેશમાં ધૂમ મચાવશે. મહત્વની વાત એ છે કે, આ ગીત હની સિંહ માટે સ્પેશિયલ છે, જેની સાથે તેને પોતાના વર્ષની શુભ શરૂઆત કરી છે.
અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ગીત શેયર કર્યું છે. કુડી ચમકીલી સાથે એક નોટ પણ શેયર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે, આ ગીત માત્ર ફિલ્મના પ્રમોશન માટે છે, તે ફિલ્મમાં જોવા મળશે નહીં. કુડી ચમકીલી ગીત ડાયના પેન્ટી એક મોલના કમ્પાઉન્ડમાં પહોંચતા સાથે શરૂ થાય છે, જ્યાં તે અક્ષયને મળે છે. ગીત એકદમ એનર્જેટિક છે. આ સાથે ડાયના અને અક્ષયની જોડી પણ સારી લાગી રહી છે.
રાજ મહેતાના ડાયરેક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘સેલ્ફી’માં અક્ષય કુમારની સાથે ઈમરાન હાશમી, નુસરત ભરૂચા અને ડાયના પેન્ટી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ ‘ડ્રાઈવિંગ લાઈસન્સ’ની હિન્દી રિમેક છે. તમને જણાવી દઈએ કે ‘સેલ્ફી’ અક્ષય કુમારની વર્ષ 2023ની પહેલી ફિલ્મ છે.
કુડી ચમકીલી ગીતમાં અક્ષય કુમાર અને ડાયના બંનેએ ચમકીલા ડ્રેસ કૈરી કર્યા છે. ડાયનાનો ડ્રેસ એટલો કલરફુલ છે કે તેના ફેન્સ તેના પરથી નજર હટાવી શકતા નથી. ગીતને ડિસ્કો નંબર બનાવવા માટે સારી ક્વોલિટી એડ કરવામાં આવી છે. તે પેસ છે, રેપ છે અને ગીતો લિરિક્સ જોરદાર છે કે તે કોઈપણ પાર્ટીમાં વગાડવામાં આવશે. ગીતના વીડિયોનું નિર્દેશન અહેમદ ખાને કર્યું છે, જ્યારે પ્રિન્સ ગુપ્તાએ ટ્રેકની કોરિયોગ્રાફી કરી છે. હવે તે જોવું રસપ્રદ રહેશે અક્ષયની આ સ્ટાઈલ દર્શકોને કેટલી પસંદ આવે છે.