Shah Rukh Khan 60th Birthday : બોલિવૂડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનને કોઈ પરિચયની જરૂર નથી. હિન્દી સિનેમાના પસંદગીના સ્ટાર્સની યાદીમાં એનું નામ સામેલ છે, તેમની એક ઝલક જોવા ચાહકો આતુર હોય છે. ફિલ્મો જૂની હોય કે ન હોય, શાહરૂખ ખાનનો ક્રેઝ હંમેશા લોકોમાં રહે છે. પઠાણ અને જવાન ફિલ્મની બ્લોક બ્લસ્ટર સફળતા પછી, શાહરૂખ ખાને સાબિત કરી દીધું કે સિનેમા પ્રેમીઓ તેની એક્ટિંગને પસંદ કરે છે. હવે શાહરૂખ ખાનના જન્મદિવસને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. આટલું જ નહીં, શાહરુખ ખાન પોતાનો જન્મદિવસ ક્યારે અને ક્યાં ઉજવવા જઇ રહ્યો છે તે પણ ખુલાસો થયો છે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન 2 નવેમ્બર, 2025 ના રોજ પોતાનો 60મો જન્મદિવસ ઉજવવા માટે તૈયાર છે. અભિનેતાના ચાહકો દર વર્ષની જેમ તેની એક ઝલક મેળવવા માટે તેના ઘર મન્નતની બહાર પહોંચવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે એવું લાગે છે કે આ વખતે શાહરુખ પોતાનો જન્મદિવસ મન્નતમાં નહીં પણ અલીબાગમાં ઉજવશે. ચાલો જાણીએ આની પાછળનું કારણ શું છે.
શાહરૂખ ખાન 60મો જન્મદિવસ ક્યાં ઉજવશે?
ઇટાઇમ્સના તાજેતરના અહેવાલ મુજબ શાહરૂખ ખાન પોતાનો જન્મદિવસ મિત્રો અને પરિવાર સાથે અલીબાગમાં તેના ઘરે ઉજવશે. સૂત્રોએ માહિતી આપી છે કે તમામ નજીકના લોકો અને મિત્રોને જાણ કરી દેવામાં આવી છે અને તેમાંથી મોટાભાગના 1 નવેમ્બર સુધીમાં અલીબાગ પહોંચે તેવી સંભાવના છે.
હાલ એ જોવું રસપ્રદ રહેશે કે, શાહરૂખ ખાનની બર્થ ડે પાર્ટીમાં કોણ જોવા મળશે. સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ ઉભો થાય છે કે શું બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને આમિર ખાન પણ આ બર્થ ડે સેલિબ્રેશનમાં સામેલ થશે કે કેમ. આ જવાબ કિંગ ખાનના જન્મદિવસના દિવસે જ મળશે. શાહરૂખ ખાનના ચાહકો પણ તેમના જન્મદિવસને લઈને ઉત્સાહિત છે, કારણ કે આ તેમનો 60મો જન્મદિવસ છે.
તમને જણાવી દઈએ કે શાહરૂખ દર વર્ષે મન્નતમાં પોતાનો જન્મદિવસ ઉજવે છે, પરંતુ આ વર્ષે તેના ઘરમાં રિનોવેશન ચાલી રહ્યું છે અને તેના કારણે તે અલીબાગમાં પોતાનો જન્મદિવસ ઉજવશે. જોકે, શાહરૂખે હાલ આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.





