Shah Rukh Khan (શાહરૂખ ખાન) : અદ્ભૂત એક્ટિંગના બળે વિશ્વસ્તરે પ્રખ્યાત બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન આજે તેનો બર્થડે પરિવાર સાથે સેલિબ્રેટ કરી રહ્યો છે. શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965માં દિલ્હીમાં થયો હતો. શાહરૂખ ખાનના પિતાનું નામ મીર તાજ મોહમ્મદ અને તેની માતાનું નામ લતિફ ફાતિમાં છે. શાહરૂખ ખાનની મોટી બહેન જેનું નામ શહનાઝ લાલારૂખ ખાન છે. શહનાઝ લાલારૂખ બોલિવૂડ ચકાચોંદ દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. શાહરૂખ ખાનના પિતા ભારતના સૌથી યુવા સ્વાતંત્ર સેનામાંથી એક હતા.
ફિલ્મો સિવાય બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન તેની ફિટનેસ માટે પણ ફેમસ છે. જોકે તેના જીવનમાં એક એવા સમયે દસ્તક દીધી હતી કે જેથી તે ભાંગી પડ્યો હતો. શાહરૂખ ખાન તેના ગર્દનના દુખાવાથી કંટાળી ગયો હતો. ડોક્ટરે તેને તાત્કાલિક ધોરણે સર્જરી કરાવવાની સલાહ આપી હતી. પરંતુ તેને ડોક્ટરની વાતને ટાળી વૈકલ્પિક રસ્તો અપાનાવ્યો હતો. જે તેને ભારે પડ્યો.
શાહરૂખ ખાને થોડા વર્ષ પહેલા DNAમાં લખેલી પોતાની કોલમમાં આ સમગ્ર ઘટના અંગે વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. અભિનેતાએ લખ્યું હતું કે, મારા જીવનમાં એક સમય એવો આવ્યો હતો, જ્યારે તેની ગરદનમાં દુખાવો એટલો વધી ગયો કે ડોક્ટરોએ તાત્કાલિક સર્જરીની સલાહ આપી હતી. જે બાદ લોકો પણ મને અલગ-અલગ પ્રકારની સલાહ આપવા લાગ્યા. જેમાંથી કેટલાકે તો અવું કહ્યું હતું કે સર્જરી બાદ તેમને લકવો થઈ જશે અથવા સર્જરી બાદ અવાજ જતો રહે છે. લોકોના આ પ્રકારના કથનથી શાહ રૂખ ખાન ખુબ ડરી ગયો હતો.
શાહરૂખ ખાને ભયના કારણે સર્જરી કરાવવાનું ટાળ્યું અને તેને પિન થૈરેપી કરાવવાનો નિર્ણય લીધો, શાહરૂખ ખાને લોકોની અલગ અલગ સલાહ બાદ એક વર્ષ સુધી રાહ જોવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન તેણે પિન થૈરેપી અંગે માહિતી મળી હતી. ત્યારબાદ તેને આ થૈરેપી નિષ્ણાંત પાસે કરાવવાનો નિર્ણય કર્યો હતો.
શાહરૂખ ખાને કોલમમાં આગળ લખ્યું હતું કે, જ્યારે તેણે આ થૈરેપીનો પ્રયોગ શરૂ કર્યો હતો ત્યારે એક્સપર્ટની વાતો ખાસ સમજમાં ન આવતી હતી અને તે સતત એક જ વાત કરી રહ્યો હતો. તે મને સતત કપડા ઉતારવાનું કહી રહ્યો હતો. જેને પગલે મેં શર્ટ કાઢી નાંખ્યો. જોકે તે પૂરા કપડા કાઢી નાંખાવનું કહી રહ્યો હતો. ત્યાર બાદ હું એક ટેબલ પર સૂઇ ગયો.
શાહરૂખ ખાનના સંદર્ભે ટેબલ પર સૂતા બાદ તેની સાથે જે થયું તે અંગે તેને બિલકુલ અંદાજો ન હતો. થૈરેપી નિષ્ણાતે ગર્દનને બદલે તેના પ્રાઇવેટ પાર્ટમાં પિન ચૂભાવી દીધી હતી. જેને લઇને અભિનેતાએ કોલમમાં દર્શાવ્યું હતુ કે, તે મારા જીવનનો સૌથી અપમાનજનક અને દર્દભર્યો સમય હતો. આ થૈરેપીથી ગર્દનના દર્દમાં ધટાડો થવાની જગ્યાએ તકલીફ વધી ગઇ હતી.
શાહરૂખ ખાને વર્ષ 1991માં ગોરી ખાન સાથે લગ્ન કર્યા હતા. આજે તેના ત્રણ બાળકો છે. જે શાહરૂખ ખાનની જેમ સોશિયલ મીડિયા પર ખુબ ફેમસ છે. શાહરૂખ ખાનના મોટા પુત્રનું નામ આર્યન ખાન છે. તેનો જન્મ વર્ષ 1997માં થયો હતો. 25 વર્ષીય આર્યન વિદેશમાં ભણ્યો છે. તેણે અમેરિકાથી ફિલ્મ મેકિંગનો કોર્સ પણ કર્યો છે. શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ટૂંક સમયમાં એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કરશે. જોયા અખ્તરની ફિલ્મ ‘આર્ચિઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તેની અપકમિંગ ફિલ્મ પઠાણ, જવાન તેમજ ટાઇગર-3માં જોવા મળશે.