Suhana Khan: શાહરૂખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન થોડા સમયથી સતત ચર્ચામાં છે. સુહાના ખાન ટૂંક સમયમાં ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ દ્વારા બોલિવૂડમાં પર્દાપર્ણ કરવા જઇ રહી છે. આ સિવાય સુહાના ખાન આંતરરાષ્ટ્રીય ફેમસ કોસ્મેટિક કંપની મેબલીનની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આ વચ્ચે હાલમાં સુહાના ખાને બધાને દંગ કરી દીધા છે. પ્રાપ્ત વિગત અનુસાર, સુહાના ખાને ખેતી માટે મહારાષ્ટ્રના ગોવા તરીકે ઓળખાતા અલીબાગમાં જમીન ખરીદી છે. એટલું જ નહીં તેણે પોતાને ખેડૂત પણ ગણાવી છે. અહીંયા ખાસ વાત એ છે કે આ જમીન ગૌરીની માતા અને બહેનની ફાર્મિંગ નામે નોંધાયેલી છે. હવે તમને પ્રશ્ન એ થયો હશે કે શું તમે તમારા પ્રિયજન કે મિત્રને કંઇ રીતે મિલકત ગિફ્ટ કરી શકો છો? શું કહે છે કાયદો? આજે આ અહેવાલમાં આ જ કાયદા વિશે વાત કરવી છે.
મિલકત ભેટ આપવા માટે અમુક કાયદો અને નિયમો
મિલકત ભેટ આપવા માટે અમુક કાયદો અને નિયમો છે. કોઈને પણ જમીન ગિફ્ટ કરતી વખતે તમારે આ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. સુહાનાએ ખેતીના નામે 1.5 એકર જમીન સુહાનાએ અંજલિ, રેખા અને પ્રિયા ખોત (Khota) પાસેથી જમીન ખરીદી હતી. ત્રણેયને આ જમીન તેમના માતા-પિતા પાસેથી વારસામાં મળી હતી. આ જમીન માટે ત્રણેય બહેનોએ રૂ.77.46 લાખની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરી છે. આ જમીનની વિશેષતા એ છે કે આ મિલકત દેજા વુ ફોર્મ પ્રાઈવેટ લિમિટેડ (Deja Vu Form Private Limited) ના નામે ખાતે છે. આ કંપનીના ડિરેક્ટર ગૌરી ખાન (Gauri Khan) ની માતા સવિતા છિબ્બર અને બહેન નમિતા છિબ્બર છે. એટલે કે સુહાનાએ આ જમીન ખરીદી છે અને તેની દાદી અને કાકીની કંપનીના નામે નોંધણી કરાવી છે. સુહાના આ જમીનની માલિક છે. આ દોઢ એકર જમીનની કિંમત 12.91 કરોડ રૂપિયા છે.
શું કહે છે કાયદો?
તમે તમારી માલિકીની કોઈપણ મિલકત તમારા નજીકના વ્યક્તિ અથવા મિત્રને ભેટ આપી શકો છો. તેના માટે તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. સાથે જ તમે પ્રોપર્ટી ગિફ્ટ કરી શકો છો. ભારતમાં ગિફ્ટ ડીડ સ્ટેમ્પ ડ્યુટી દરેક રાજ્યમાં બદલાય છે. મિલકતના મૂલ્યના આધારે, તે 2 ટકાી 7 ટકાની વચ્ચે હોઈ શકે છે.
આ પણ વાંચો : સલમાન ખાનને ફરી જાનથી મારી નાંખવાની ધમકી મળી, એક્ટર પર અમારી નજર : ગેંગસ્ટર ગોલ્ડી બરાર
આવકવેરાના નિયમો
આવકવેરાના નિયમો અનુસાર, એક વર્ષમાં કોઈપણ વ્યક્તિને મળેલી ભેટ સંપૂર્ણપણે કરમુક્ત (Tax Free) છે. પરંતુ આ ભેટોની કિંમત 50 હજાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. જો ગિફ્ટની કિંમત એક વર્ષમાં 50 હજાર રૂપિયાથી વધુ હોય તો તે ભેટ કરપાત્ર (Taxable) હશે. સંબંધીઓ અને નજીકના સંબંધીઓ માટે ટેક્સમાં થોડી રાહત છે. જો મિલકત કોઈ ખાસ સંબંધીને ભેટમાં આપવામાં આવે છે, તો પ્રાપ્તકર્તા પર કર લાગતો નથી.
સુહાના ખાનની ટૂંક સમયમાં અભિનયની દુનિયામાં એન્ટ્રી
સુહાના ખાનની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ધ આર્ચીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં સુહાના ખાનનો એકદમ અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેમજ આ ફિલ્મમાં તમામ કલાકાર એકદમ યંગ અને નવા છે. ત્યારે દર્શકોને આ ફિલ્મ અવશ્ય પસંદ આવશે. આપને જણાવી દઇએ કે, ધ આર્ચીઝમાં સુહાના ખાન સાથે શ્રદેવીની પુત્રી ખુશી કપૂર પણ છે. ત્યારે ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કે હજુ સુધી આ ધ આર્ચીઝની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. પરંતુ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.





