નિર્દેશક અટલી ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. અટલી પર ફરી સાહિત્ય ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અટલીની તમામ ફિલ્મોને રિલીઝ પહેલાં આ પ્રકારના મુદ્દાનો સામનો કરવો પડે છે. આ વખતે તેમના પર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ માટે વિજયકાંતની 2006ની ફિલ્મ ‘પેરારાસુ’ની સામગ્રી કોપી કરવાનો આરોપ લાગ્યો છે.
તમિલ દૈનિક મલાઇ મલાર સંદર્ભે, તમિલ નિર્માતા મણિકમ નારાયણનએ અટલી વિરુદ્ધ તમિલ ફિલ્મ પ્રોડ્યૂસર્સ કાઉન્સિલમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારિત સમગ્ર મામલે તપાસ આરંભી છે.
ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષ બાદ શાહરૂખ કેમબેક કરી રહ્યો છે. ત્યારે પ્રશંસકો શાહરૂખ ખાનને સ્ક્રિન પર જોવા માટે આતુર છે. શાહરૂખ ખાનની આગમી વર્ષ 3 ફિલ્મ રિલીઝ થશે. જેમાં અટલી નિર્દેશિત ફિલ્મ ‘જવાન’ પણ સામેલ છે. ફિલ્મ જવાનનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવાયો છે. હાલ આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારે આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ તે વિવાદોમાં ઘેરાઇ ગઇ છે.
ઉદયન દ્વારા દિગ્દર્શિત પેરારાસુ (2006) કાસી વિશ્વનાથન (વિજયકાંત) નામના એક પ્રામાણિક CBI અધિકાર પર આધારિત છે, જેને ન્યાયાધીશના ગુમ થવાની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જેમ જેમ કાસી ગુનેગારો નજીક પહોંચે છે, તેમ તેમ એક અજાણ્યા માણસ દ્વારા તેમની એક પછી એક હત્યા કરવામાં આવે છે. જેને લઇને અંતે કાસીનો જૈવિક જુડવા હોવાનો ખુલાસો થાય છે.
મહત્વનું છે કે, શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ જવાનની કહાણી શું છે? તે અંગે હજુ કઇ સામે આવ્યું નથી. જોકે એવુ અનુમાન લગાવાય છે કે, શાહરૂખ ખાન આ ફિલ્મમાં ડબલ રોલ નિભાવવી રહ્યો છે.